ગેંગસ્ટર છોટા રાજન ગેંગનો સભ્ય ચેમ્બુરમાંથી પકડાયો, 16 વર્ષથી હતો ફરાર…
મુંબઈ: હત્યાના પ્રયાસના કેસમાં છેલ્લાં 16 વર્ષથી ફરાર છોટા રાજન ગેન્ગના સભ્યને ચેમ્બુર વિસ્તારમાંથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
આ પણ વાંચો : એક સમયે દાઉદ-છોટા રાજનની ખાસ હતી આ અભિનેત્રી, હવે બિગબોસથી કરશે કમબેક
દેવનાર પોલીસ સ્ટેશનની ટીમે ગુરુવારે સાંજે ચેમ્બુરથી પકડી પાડેલા આરોપીની ઓળખ વિલાસ બાળારામ પવાર ઉર્ફે રાજુ ચિકન્યા (62) તરીકે થઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ પવાર હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગુનામાં સંડોવાયેલો હતો અને તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુના દાખલ છે.
આરોપી પવારે 1992માં ઘાટલા ગામમાં એક વ્યક્તિ પર ગોળીબાર કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પવારની ધરપકડ કરવામાં આવી હતી. 2008માં તે જામીન પર છૂટ્યો હતો અને બાદમાં ફરાર થઇ ગયો હતો.
પવાર ધરપકડથી બચવા માટે વારંવાર પોતાના રહેઠાણ બદલતો રહેતો હતો. પવાર નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં રહેતો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો પૂરા પાડતો હતો.
આ પણ વાંચો : ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ
તે છોટા રાજન ગેન્ગનો સક્રિય સભ્ય હતો અને 1990માં દાદર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યામાં તે સંડોવાયેલો હતો. ધરપકડ બાદ પવારને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
(પીટીઆઇ)