આમચી મુંબઈનેશનલ

Gangster Abu Salemને ઝટકોઃ કોર્ટે જેલ ટ્રાન્સફર સામેની અરજી ફગાવી

મુંબઈઃ અહીંની એક સેશન્સ કોર્ટે આજે ગેંગસ્ટર અબુ સાલેમ (Gangster Abu Salem’s plea rejects)ની નવી મુંબઈની તળોજા જેલમાંથી મહારાષ્ટ્રની અન્ય જેલમાં તેના આયોજિત ટ્રાન્સફર સામેની અરજી ફગાવી દીધી હતી.

૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટના કેસમાં આજીવન કેદની સજા પામેલા સાલેમે દાવો કર્યો હતો કે તે થોડા મહિનામાં મુક્ત થવાની શક્યતા હોવાથી તેને તળોજા જેલમાંથી બહાર ખસેડવાનો નિર્ણય “તેને મારી નાખવાનું કાવતરું” છે.

આ પણ વાંચો: Mumbai: આ ગેંગસ્ટરને લાગી રહી છે એન્કાઉન્ટરની બીક, કોર્ટમાં કરી અરજી

વર્તમાન જેલ તેના માટે ખૂબ જ સુરક્ષિત છે અને રાજ્યની અન્ય જેલોમાં હરીફ ગેંગના સભ્યો દ્વારા તેના પર હુમલો થઈ શકે છે, એમ તેની અરજીમાં જણાવાયું હતું.

જેલ પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે તેના વર્તમાન સેલને ફરીથી બનાવવાની જરૂર છે, અને તળોજામાં તેના માટે અન્ય કોઈ સુરક્ષિત સેલ નથી. જજ બી ડી શેલ્કેએ બંને પક્ષોને સાંભળ્યા બાદ સાલેમની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ

જો કે કોર્ટે ગેંગસ્ટરને હાઈકોર્ટનો સંપર્ક સાધવા માટે જેલ ઓથોરિટીને ૩ જુલાઈ સુધી આદેશનો અમલ ન કરવા જણાવ્યું હતું. ૨૦૦૫માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરેલ, સાલેમને ૨૦૧૭માં ૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટના કેસમાં તેની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ