જોગેશ્વરીમાં બાળકી પર સામૂહિક બળાત્કાર: પાંચ જણની ધરપકડ
બાળકી ગુમ થયાના ત્રણ દિવસ પછી મધરાતે દાદર સ્ટેશને મળી આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેના સ્વારગેટ પરિસરમાં બસમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના તાજી છે ત્યાં જોગેશ્વરીમાં રહેતી 12 વર્ષની બાળકી પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોગેશ્વરીની જ એક રૂમમાં લઈ ગયા પછી બાળકી સાથે કુકર્મ આચરાયું હોવાનું ફરિયાદમાં જણાવાતાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. બાળકી ગુમ થયાના ત્રણ દિવસ પછી મધરાતે દાદર રેલવે સ્ટેશનેથી મળી આવી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીની ફરિયાદને આધારે જોગેશ્ર્વરી પરિસરમાંથી પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. બાળકીએ જણાવેલી આપવીતીની ખાતરી કરવામાં આવી રહી છે અને આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: રાઉતે સ્વારગેટ બળાત્કાર ઘટનાને નિર્ભયા કેસ સાથે સરખાવ્યો, કહ્યું કે પુણેમાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી
મળતી માહિતી અનુસાર જોગેશ્વરીમાં રહેતી બાળકી એ જ પરિસરમાં રહેતી નાનીને મળવા જવાને બહાને 24 ફેબ્રુઆરીની રાતે ઘરથી નીકળી હતી. ખાસ્સો સમય વીત્યા છતાં તે પાછી ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બાળકીની કોઈ ભાળ ન મળતાં આખરે જોગેશ્વરી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસે બાળકીના અપહરણનો ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી.
દરમિયાન બાળકી 27 ફેબ્રુઆરીની મધરાતે બે વાગ્યાની આસપાસ દાદર સ્ટેશનેથી રેલવે પોલીસને મળી આવી હતી. બાળકી એક યુવાન સાથે હતી. બાળકીના અપહરણની ફરિયાદ જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાથી બાળકીને જોગેશ્ર્વરી પોલીસના તાબામાં સોંપાઈ હતી. તે સમયે બાળકીએ તેની સાથે ગૅન્ગ રૅપની જાણકારી આપી ન હોવાનું રેલવે પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો: યુવતી પર બળાત્કાર: આરોપીની ગર્લફ્રેન્ડે આ કૃત્યનો વીડિયો બનાવી વાયરલ કર્યો
જોગેશ્વરી પોલીસની પૂછપરછમાં બાળકીએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એસી મિકેનિક જોગેશ્વરીના સંજય નગરની એક રૂમમાં લઈ ગયો હતો, જ્યાં આરોપીઓએ વારાફરતી તેની સાથે કુકર્મ કર્યું હતું, એવું નિવેદન બાળકીએ પોલીસને આપ્યું હતું. માહિતીને આધારે પોલીસે પાંચ શકમંદોની ધરપકડ કરી હતી