ગણેશોત્સવ માટે પાલિકાની તિજોરીને ૨૪૭ કરોડનો ખર્ચ

મુંબઈ: ગણેશોત્સવને આ વર્ષે રાજ્ય સરકારે રાજ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો હોઈ આ વર્ષે ઊજવણી વધુ જલ્લોષ સાથે થઈ રહી છે, ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ દરમ્યાન જુદી જુદી સુવિધા ઉપલબ્ધ કરી આપી છે, તેની પાછળ જોકે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકા વર્ષોથી કરતી આવી છે.
ગયા વર્ષે આ સુવિધા ઉપલબ્ધ કરી આપવા માટે પાલિકાએ ૫૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તો છેલ્લા ૧૮ વર્ષમાં એટલે કે ૨૦૦૭થી ઑગસ્ટ ૨૦૨૫ સુધીના સમયગાળામાં ગણેશોત્સવ દરમ્યાન જુદી જુદી સુવિધા માટે પાલિકાએ ૨૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આપણ વાંચો: ગણેશોત્સવમાં ફૂલોના ભાવ આસમાને
સૌથી વધુ ખર્ચ ૨૦૨૪-૨૫માં ૫૪.૪૭ કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો છે. ૨૦૨૩-૨૪ની સાલમાં ૪૯.૧૦ કરોડ રૂપિયા, ૨૦૨૨-૨૩માં ૩૧.૧૨ કરોડ કર્યો હતો. તો ૨૦૧૮-૧૯માં ફક્ત ૧૦.૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ ૨૦૨૦-૨૧માં આ ખર્ચ ૨૨.૮૮ કરોડ રૂપિયા થયો હતો.