10 ટકા અધિકારીઓ અસમર્થ: ગણેશ નાઈક

થાણે: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ગણેશ નાઈકે એવો દાવો કર્યો છે કે વહીવટમાં 10 ટકા અધિકારીઓ ‘અસમર્થ’ છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરજની મજબૂત ભાવના ‘જનતા દરબાર’ જેવા જાહેર ફરિયાદ મંચની જરૂરિયાતને દૂર કરશે.
નાઈક સોમવારે નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણે શહેરના એક હોલમાં ‘જનતા દરબાર’ (જાહેર સભા) યોજ્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. બેઠકમાં વિવિધ નાગરી, વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર નાગરિકો દ્વારા 260થી વધુ રજૂઆતો રજૂ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગણેશ નાઈકે એનએમએમસીમાં 14 ગામોના સમાવેશનો વિરોધ કર્યો: 6,000 કરોડ રૂપિયાના બોજનું કારણ આપ્યું
રાજ્યના વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે એવી માહિતી આપી હતી કે પ્રાપ્ત થયેલી લગભગ 60 ટકા રજૂઆતો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકીનાનો નિર્ધારિતસમયમર્યાદામાં ઉકેલ લાવવામાં આવશે.
તેમણે કહ્યું, ‘પ્રશાસનમાં 90 ટકા અધિકારીઓ સારા છે, પરંતુ 10 ટકા અસમર્થ છે, તમે અહીં તેનો અનુભવ કરી શકો છો,’ અને અધિકારીઓ દ્વારા જનતાની સમસ્યાના નિરાકરણ ન કરવાના અનેક ઉદાહરણો ટાંક્યા હતા.
આપણ વાંચો: ગણેશોત્સવ દરમિયાન કોંકણમાં 5,000થી વધુ એસટી બસ દોડાવાશે…
‘જાહેર કાર્યો ફરજની ભાવનાથી કરવા જોઈએ, મજબૂરીથી નહીં. જો દરેક વ્યક્તિ પોતાની ફરજની ભાવનાને જીવંત રાખે, તો જનતા દરબારોની જરૂર નહીં પડે,’ એમ તેમણે જણાવ્યું હતું.
‘જો સમસ્યાઓનું નિરાકરણ આવે, તો આ દરબારની બિલકુલ જરૂર નથી. પરંતુ એવું ક્યારેય બનતું નથી, તેથી લોકો મોટી આશાઓ સાથે દરબારમાં પડાપડી કરે છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
નાયકે પાલઘરમાં બની રહેલા વાઢવણ બંદરના મહત્વ પર પણ પ્રકાશ પાડતાં કહ્યું કે તે વિશ્ર્વનું 10મું સૌથી મોટું બંદર હશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં રોડ નેટવર્કને જોડીને રાષ્ટ્રીય જોડાણમાં મોટા પ્રમાણમાં વધારો કરશે.