મુંબઈમાં ગણેશ વિસર્જનની થઇ ગઇ શરૂઆત… ગિરગામ ચોપાટી પર બાપ્પાની વિદાય જુઓ

મુંબઇઃ ગણેશોત્સવનો આજે અગિયારમો દિવસ છે અને બાપ્પાની વિદાયની ઘડી આવી પહોંચી છે. બાપ્પાનું વિસર્જન શરૂ થઈ ગયું છે. ગણેશ પંડાલોમાંથી મોટી મોટી ગણેશની મૂર્તિઓ બહાર લાવવામાં આવી રહી છે. ગણેશ ગલી ચા રાજા ગણપતિની મૂર્તિ, જે મુંબઈ ચા રાજા તરીકે પ્રખ્યાત છે- તેના વિસર્જનની પણ તડામાર તૈયારીઓ થઇ રહી છે. મૂર્તિની પૂજાઅર્ચના કરી પંડાલની બહાર લાવવામાં આવી રહી છે.
1928માં સ્થપાયેલ આઇકોનિક ગણેશ ગલીના ગણપતિનો પંડાલ તેની ભવ્ય સજાવટ માટે જાણીતો છે. દર વર્ષે અહીં ભક્તો અને મુલાકાતીઓના ઘોડાપૂર ઉમટે છે. અહીંના પંડાલની સજાવટ પણ હંમેશા અલગ અલગ થીમ્સ પર આધારિત હોય છે.
તેમાં ભારતભરના પ્રખ્યાત મંદિરો અને ઐતિહાસિક સ્મારકોની ઝાંકી કરાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ગલીની મૂર્તિને પરંપરાગત મુદ્રામાં દર્શાવવામાં આવી છે.
ગિરગામ ચોપાટી પર ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિસર્જનની શરૂઆત થઇ ગઇ છે. સાંજઅને રાતના સમયે ગણેશજીની મોટી મોટી મૂર્તિઓના વિસર્જન સમયે ઉમટતા માનવ મહેરામણને કારણે ઘરના ગણપતિના વિસર્જનમાં તકલીફ ના પડે એ માટે લોકો વહેલી સવારથી જ દરિયા કિનારે જઇ ‘ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા….’ના નારા સાથે મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે.
Also Read –