આમચી મુંબઈમહારાષ્ટ્ર

જુગારના અડ્ડા પરથી 12 જણની ધરપકડ:બે પોલીસ સસ્પેન્ડ અને એકની ટ્રાન્સફર…

નાગપુર: નાગપુરમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી 12 જણની ધરપકડ કરી 3.62 લાખની રોકડ જપ્ત કરી હતી. પોતાના વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ રોવામાં નિષ્ફળ ગયાની નોંધ કરી વરિષ્ઠ અધિકારીએ બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે એક અધિકારીની બદલી કરી નાખી હતી.

આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અનિલ મ્હસ્કેની ટીમે આધારભૂત માહિતીને આધારે ગુરુવારે આમગાંવમાં આવેલા જુગારના અડ્ડા પર કાર્યવાહી કરી હતી. લાંબા સમયથી આ જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાનું નાગપુર ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું.

ગૅમ્બલિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 12 જણની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની ટીમે 3.62 લાખની રોકડ, ત્રણ કાર, પાંચ બાઈક, અમુક મોબાઈલ ફોન્સ અને જુગાર રમવાની સામગ્રી જપ્ત કરી હતી.

આ કાર્યવાહીને પગલે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હર્ષ પોદ્દારે પોલીસની બેદરકારી બદલ આંતરિક તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ એવું સૂચવે છે કે ઈન્સ્પેક્ટર પ્રશાંત કાળે તેમના પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ માટે જવાબદાર છે. જુગારના અડ્ડા પર યોગ્ય કાર્યવાહી કરવામાં તે નિષ્ફળ ગયો હતો. પરિણામે પ્રશાંત કાળેની બદલી નાગપુર ગ્રામીણ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી, જ્યારે બીટ ઈન્ચાર્જ ગજાનન માધુરે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ રોશન કાળેને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ખાસ વાત એ છે કે નાગપુરમાં ચાલતા આ જુગારના અડ્ડામાં છેક મધ્ય પ્રદેશના સેવની, બાલાઘાટ અને નાગપુરના રામટેક, કુહી, કામ્પટી અને દેવલાપરથી જુગાર રમવા આવ્યા હતા. જુગારનો અડ્ડો સ્થાનિક માથાભારે રમેશ બરગત દ્વારા ચલાવવામાં આવતો હતો.

આરોપીઓ ક્યારેક જંગલ તો ક્યારેક ફાર્મ હાઉસ એમ સતત જગ્યા બદલીને જુગાર રમતા હતા. બરગત દ્વારા વ્હૉટ્સઍપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું, જેના પર નિયમિત ગ્રાહકોને જુગારના સ્થળ અંગેની જાણકારી આપવામાં આવતી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ