આમચી મુંબઈ

કેન્ટીનના કર્મચારી પછી ગાયકવાડે એમઆઈએમના નેતા જલીલને મારવાની ધમકી આપી

જલીલે પણ ગાયકવાડ પર વળતો જવાબ આપતાં કહ્યું કે પડકાર સ્વીકાર્યો, મુકાબલા માટે સ્થળ અને સમય સ્પષ્ટ કરો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એમએલએ હોસ્ટેલની કેન્ટીનના કર્મચારીને મારપીટ કરવા બદલ વિવાદમાં સપડાયેલા શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે શુક્રવારે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના નેતા ઇમ્તિયાઝ જલીલને મારવાની ધમકી આપી હતી. જલીલે કેન્ટીન કર્મચારી પર હુમલો કરવા બદલ ગાયકવાડની ટીકા કર્યા પછી તેમણે આવી ધમકી ઉચ્ચારી હતી.

જોકે, જલીલે પણ ગાયકવાડને વળતો જવાબ આપતાં કહ્યું હતું કે તેમણે શિવસેનાના વિધાનસભ્યનો પડકાર સ્વીકાર્યો છે. તેમણે ગાયકવાડને મુકાબલા માટે સ્થળ અને સમય સ્પષ્ટ કરવા કહ્યું હતું. બુલઢાણા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ગાયકવાડે કેન્ટીનના કર્મચારીને ‘વાસી ખોરાક’ પીરસવા બદલ થપ્પડ અને મુક્કા માર્યા હતા.

આપણ વાંચો: કેન્ટીનના કર્મચારીની મારપીટ: શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો

મંગળવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં આકાશવાણી એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાંથી વિધાનસભ્યે રાત્રિભોજન મગાવ્યું હતું અને તેમના રૂમમાં પહોંચાડવામાં આવેલ દાળ અને ભાત વાસી અને દુર્ગંધયુક્ત હોવાનું જણાવીને મારપીટ કરી હતી.
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો, જેના કારણે વિપક્ષ તેમજ સરકાર તરફથી વ્યાપક નિંદા થઈ હતી.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના ભૂતપૂર્વ સાંસદ ઈમ્તિયાઝ જલીલે ગાયકવાડની ટીકા કરતા કહ્યું હતું કે, ગરીબ વ્યક્તિને આ રીતે માર મારવો યોગ્ય વર્તન નથી.

જલીલની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, ગાયકવાડે પત્રકારોને કહ્યું કે, ‘જો એવું હોય, તો જલીલ ભાઈ, તમારે તે હોટલ (એમએલએ હોસ્ટેલની કેન્ટીન) ચલાવવાનો કોન્ટ્રાક્ટ લેવો જોઈએ અને પછી આવું ભોજન ખવડાવવું જોઈએ. મેં તે માણસ (કેન્ટીનના કર્મચારી)ને બે વખત મુક્કા માર્યા હતા, પરંતુ હું ઇમ્તિયાઝ જલીલને એટલી ખરાબ રીતે મારીશ કે તે હોટલ ચલાવવાની હાલતમાં નહીં રહે.’

આપણ વાંચો: પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી

ગાયકવાડની ટિપ્પણી પર છત્રપતિ સંભાજીનગરના ભૂતપૂર્વ એઆઈએમઆઈએમના સાંસદે કહ્યું હતું કે, ‘હું હોટલ ચલાવવાના મૂડમાં નથી, પરંતુ જો કોઈ ગરીબ માણસ વેઈટર તરીકે કામ કરી રહ્યો હોય અને શાસક પક્ષનો વિધાનસભ્ય તેને ફક્ત એટલા માટે મારતો હોય કે યોગ્ય પ્રકારનું ભોજન નથી મળતું, શું તેઓ જાણતા નથી કે વિધાનસભામાં નિયમો બનાવવામાં આવે છે? જો ગાયકવાડ થોડા શિક્ષિત હોત, તો તેમણે સ્પીકરને (ખોરાકના મુદ્દા પર) પત્ર લખ્યો હોત. જો સ્પીકર તેમને ગંભીરતાથી લે, તો તેમણે માગણી પર કાર્યવાહી કરવામાં આવી હોત, એમ તેમણે ઉમેર્યું હતું.

‘ગાયકવાડનો લડાઈનો ઇતિહાસ છે. જો તેઓ મને ધમકી આપી રહ્યા છે, તો મને સમય અને સ્થળ જણાવે. તેને કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી, હું તે સ્થળે પહોંચીશ, મારે સંજય ગાયકવાડ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ જો તમે ખોટું કરી રહ્યા છો તો હું ગરીબ વ્યક્તિ સાથે ઉભો રહીશ,’ એમ એઆઈએમઆઈએમના મહારાષ્ટ્ર પ્રમુખે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button