આમચી મુંબઈ

છૂટા પૈસાની કટકટથી મુક્તિ એસટી બસમાં હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા

મુંબઈ: એસટી (રાજ્ય પરિવહન નિગમ)ની બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને અનેક વખત ટિકિટો ખરીદવા છુટ્ટા પૈસાની સમસ્યા નડતી હોય છે. આ બાબતને લઈને અનેક વિવાદ થતા હોવાને કારણે હવે એસટી મહામંડળ દ્વારા આ ટિકિટો ખરીદવા માટે ડિજિટલના માર્ગે જવાનો વિકલ્પ અપનાવ્યો છે. (ઇટીઆઇએમ)
એસટીની બસોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓને ઓનલાઇન પેમેન્ટનો પણ વિકલ્પ આપવાની સુવિધા કરવામાં આવી છે. એસટી દ્વારા એન્ડ્રોઇડ ટિકિટ ઇશ્યુ મશીન્સ (ઇટીઆઇએમ) આ સેવાને બસોમાં રાખવામાં આવવાની છે, જેથી પ્રવાસીઓ રોકડ સિવાય યુપીઆઇ, ક્યુઆરકોડ અને બીજા ડિજિટલ પેમેન્ટ માધ્યમોની ઉપયોગ કરી ટિકિટો ખરીદી શકે તેથી બંને પક્ષે વિવાદ થવાનો વખત આવશે નહિ અને પ્રવાસી ઝડપથી ટિકિટ પણ ખરીદી શકશે.

રાજ્ય પરિવહન મંડળ દ્વારા ખાનગી કંપનીને આ ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ દરેક બસોમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટી મંડળના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, આ બાબતેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને પેટીએમ અને તેના જેવા બીજા યુપીઆઇ એપ વડે ક્યુઆરકોડ સ્કેન કરી ટિકિટ ખરીદી ખરીદવાની સુવિધા ઉપલબ્ધ થશે.

ડિજિટલ પેમેન્ટને કારણે પ્રવાસી અને ક્ધડક્ટર વચ્ચે છુટ્ટા પૈસાને લઈને કોઈ પણ વિવાદ ઊભો થશે નહીં. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાને લીધે એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં અને લોકપ્રિયતામાં પણ વધારો થશે, સાથે જ આ નવી સેવાનો લાભ લેવાની જાહેરાત એસટી દ્વારા કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…