ગરીબ દર્દીઓને ખાનગી, ધર્માદા હોસ્પિટલોમાં વિનામૂલ્ય સારવાર
રાજ્યસ્તરીય વિશેષ મદદ કક્ષ કાર્યાન્વિત
મુંબઈ: રાજ્યની ખાનગી અને ધર્માદા હોસ્પિટલોમાં ગરીબોને વિનામૂલ્યે સારવાર મળે એ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સંકલ્પનામાંથી મંત્રાલયની મુખ્ય ઇમારતના પાંચમા માળે વિશેષ તબીબી સહાય કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કક્ષના માધ્યમમાંથી ગરીબ દર્દીઓને રાજ્યની ખાનગી તેમજ ધર્માદા હોસ્પિટલોમાં ૧૦ ટકા આરક્ષિત બેડ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ રાજ્યસ્તરીય તબીબી સહાય કક્ષના પ્રમુખપદે આરોગ્ય દૂત રામેશ્વર નાઈકની નિમણુંક કરવામાં આવી છે. લાભ મેળવવા ઈચ્છતા દર્દીનું આધાર કાર્ડ, રેશન કાર્ડ. મામલતદારનું આવક પ્રમાણપત્ર, ડોકટરે આપેલી ખર્ચની વિગત તેમજ દવાનું પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે.
ગરીબ તેમજ દુર્બળ વિભાગના દર્દીઓને વિનામૂલ્યે તેમજ રાહતના દરે તબીબી સારવાર મળે એ માટે હાઈકોર્ટે યોજના તૈયાર કરી છે. એ અનુસાર પ્રત્યેક ખાનગી તેમજ ધર્માદા હોસ્પિટલે તેમને ત્યાં જે કુલ દર્દીના બેડ હોય એમાંથી ૧૦ ટકા બેડ ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે એ માટે અનામત રાખવા બંધનકર્તા છે. જોકે, તેમ છતાં એ લોકોને બેડ નહીં મળતા હોવાની ફરિયાદો આવી હતી. આ હોસ્પિટલો ધર્માદા સ્વરૂપની હોવાથી તેમને સરકારની અનેક સગવડનો લાભ મળતો હોય છે. જોકે, એ લાભ ગરીબ દર્દીઓ સુધી નથી પહોંચતો.