રોકાણ પર સારા વળતરની લાલચે ₹ ૯૬ લાખની ઠગાઇ: પાંચ સામે ગુનો | મુંબઈ સમાચાર

રોકાણ પર સારા વળતરની લાલચે ₹ ૯૬ લાખની ઠગાઇ: પાંચ સામે ગુનો

થાણે: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના શખસને રોકાણ પર સારા વળતરની લાલચ આપીને રૂ. ૯૬ લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે સાયબર પોલીસે પાંચ જણ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ખાનગી કંપનીમાં કામ કરનારા જંગ બહાદુર સિંહનો આરોપીઓએ ૧૨ અને ૩૦ ઑગસ્ટે સંપર્ક સાધ્યો હતો હતો અને શેર્સમાં રોકાણ કરવાનું કહ્યું હતું. આરોપીઓએ તેને વિવિધ બેન્ક એકાઉન્ટ નંબર પણ આપ્યા હતા. દરમિયાન જંગ બહાદુરે રૂ. ૯૬.૭૨ લાખનું રોકાણ કર્યું હતું, પણ તેને વળતર મળ્યું નહોતું. આથી ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક સાધતાં તેઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં જંગ બહાદુરે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે શનિવારે પાંચ આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉ

Back to top button