મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને₹ ૧૮ લાખની ઠગાઇ: આરોપી પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને₹ ૧૮ લાખની ઠગાઇ: આરોપી પકડાયો

મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. ૧૮ લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ
જણાવ્યું હતું.

કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા ફરિયાદી યુવકની જાન્યુઆરી, ૨૦૨૩માં દેવદાસ શિંદે સાથે મુલાકાત થઇ હતી. દેવદાસે તેને કહ્યું હતું કે મ્હાડાના અધિકારીઓ સાથે તેના સારા સંબંધ છે અને તેમની મદદથી મુલુંડ ટોલનાકા ખાતે
મ્હાડા કોલોનીમાં સસ્તામાં ફ્લેટ મેળવી આપી શકે છે.

યુવકે દેવદાસ પર વિશ્ર્વાસ રાખીને ફ્લેટ માટે વખતોવખત રૂ. ૧૮ લાખ ચૂકવ્યા હતા. જોકે પૈસા ચૂકવ્યા બાદ ઘણા દિવસો વીતી ગયા છતાં દેવદાસે તેને ફ્લેટ અપાવ્યો નહોતો. યુવકે દેવદાસનો સંપર્ક સાધી પૈસાની માગણી કરતાં તે તેને ટાળવા લાગ્યો હતો.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં યુવકે કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં દેવદાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ બીકેસી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો અને પોલીસે દેવદાસને બાદમાં ઝડપી પાડ્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button