લોન અપાવવાને બહાને 1.74 કરોડ રૂપિયાની છેતરપિંડી: નવ સામે ગુનો…

થાણે: લોન અપાવવામાં મદદ કરવાને બહાને 1.74 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ થાણે પોલીસે ફાઈનાન્શિયલ કન્સલ્ટેંટ ફર્મના માલિક અને બૅન્ક મૅનેજર સહિત નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : મેટ્રો-થ્રીના પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય…
આ પ્રકરણે નવી મુંબઈના કામોઠે ખાતે રહેતા 40 વર્ષના બિલ્ડરે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓએ વ્યવસાય માટે ચાર કરોડ રૂપિયાની લોન અપાવવાની ખાતરી આપી હતી. આ માટે પ્રોસેસિંગ ફી પેટે 24.41 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ જ પદ્ધતિથી આરોપીએ અન્ય કેટલાક લોકોને પણ છેતરી રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે છેતરાયેલા લોકોની વિગત છતી કરવાનો નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ ઇનકાર કર્યો હતો.
લોન મેળવવા ઇચ્છુક લોકો પાસેથી 1.74 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાયું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો : એફએસઆઇ પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ: તો ઘરોની કિંમત ૧૦ ટકા વધી જશે
આ પ્રકરણે ફરિયાદને આધારે નૌપાડા પોલીસે ફાઈનાન્શિયલ ક્ધસલ્ટન્ટ ફર્મના માલિક, બૅન્ક મૅનેજર અને અન્ય સાત જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)