આમચી મુંબઈમહારાષ્ટ્ર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો

થાણે: નવી મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડિરેક્ટર ડો. ભાસ્કર ભંડારકર પર 2008થી 2018 વચ્ચે તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 1.54 કરોડની ગેરરીતિ આચરવાના આરોપસર ગુનો દાખલ કરાયો હતો.
સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઇન્સ્ટિટ્યૂટના ફ્લેટના રિનોવેશન માટે બોગસ બિલ રજૂ કરવાનો અને રૂ. 1.54 કરોડની ગેરરીતિ આચરવાનો ડો. ભંડારકર પર આરોપ છે. ઇન્સ્ટિટ્યૂટનું લેપટોપ, ફોન તથા મહત્ત્વની ફાઇલો ચોરવાનો પણ તેમના પર આરોપ છે.
આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)