કસ્ટમ્સ વિભાગમાં નોકરીને નામે ચાર યુવક સાથે 12.2 લાખની ઠગાઇ…

પાલઘર: કસ્ટમ્સ વિભાગમાં નોકરી મેળવી આપવાને બહાને ચાર યુવક સાથે 12.2 લાખ રૂપિયાની ઠગાઇ આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Also read : મહારાષ્ટ્ર સરકાર પર કોંગ્રેસનો નવો આરોપઃ ‘હાઈ-સિક્યોરિટી’ રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાને નામે ઉઘાડી લૂંટ…
આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પાલઘર જિલ્લાની પોલીસે યોગેશ મનવર સામે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આરોપીએ 2022થી માર્ચ, 2023 દરમિયાન યુવકોનો સંપર્ક સાધ્યો હતો અને કસ્ટમ્સ વિભાગમાં નોકરી મેળવી આપવાનું આશ્ર્વાસ આપીને 12.2 લાખ રૂપિયા લીધા હતા.
નોકરીની ઓફરની વિશ્ર્વસનીયતા અંગે ખાતરી કરાવવા આરોપીએ યુવકોને બોગસ ઓળખપત્રો અને દસ્તાવેજો પૂરા પાડ્યા હતા. યુવકોને ગેરમાર્ગે દોરતાં કહ્યું હતું કે તેમને નોકરી મળી ગઇ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
Also read : કોલસા-લાકડાનો ઉપયોગ: 269 બેકરી, 414 હોટલને નોટિસ
જોકે યુવકોને મળી નહોતી અને આરોપીએ તેમને પૈસા પાછા પણ આપ્યા નહોતા. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)