શિવાજી પાર્કમાં સભા કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે હોડ
૧૭ નવેમ્બરનાં સભા કરવા ચાર પક્ષોની અરજી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરના એક જ તબકકામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે તમામ રાજકીય પક્ષો વચ્ચે દાદરના શિવાજી પાર્કમાં સભા યોજવા માટે હોડ લાગી છે. ૧૮ નવેમ્બરના વિધાનસભાની ચૂંટણીનો પ્રચારનો છેલ્લો દિવસ હશે, તે પહેલા એટલે કે ૧૭ નવેમ્બરના શિવાજી પાર્કના મેદાન પર સભા લેવા માટે શિવસેના (યુબીટી), શિંદેની શિવસેના, ભાજપ અને મનસેએ આ ચાર પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકા પાસે અરજી કરી છે. આગામી અઠવાડિયામાં પ્રશાસન તેના પર નિર્ણય લે તેવી શક્યતા છે.
| Also Read:
તમામ રાજકીય પક્ષો દાદરના શિવાજી પાર્કમાં સભા યોજવા પર ભાર આપતા હોય છે. આ મેદાન પર દશેરાની રેલી યોજવા માટે પણ શિવસેના પક્ષના ફાડિયા થયા બાદ બંને પક્ષો વચ્ચે ખેંચાખેંચી રહી છે. જોકે આ વખતે દશેરા રેલી માટે ફક્ત યુબીટી તરફથી જ અરજી આવી હતી. તેથી તેને સરળતાથી મંજૂરી મળી ગઈ હતી. જોકે હવે વિધાનસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ માટે ચારેય મોટા પક્ષોએ અરજી કરી છે ત્યારે કોને મંજૂરી મળે છે તેના પર સૌ કોઈનું ધ્યાન છે. જોકે મનસેની દાદર-માહિમ તરફથી સૌથી પહેલા પાલિકા પાસે અરજી ગઈ હતી. તો યુબીટી, શિંદેની શિવસેના અને ભાજપે પણ અરજી કરી છે.
| Also Read:
એક કરતા વધુ અરજી આવી છે. નિયમ મુજબ પહેલા જેની અરજી આવે તે પક્ષને મંજૂરી આપવામાં આવે છે. તેથી મનસેને મંજૂરી મળશે એવો દાવો મનસે તરફથી કરવામાં આવી રહ્યો છે. એ બાદ મનસે દ્વારા ઑક્ટોબરના અને ઑક્ટોબરના પણ અરજી કરવામાં આવી હતી.