બિલ્ડર પાસેથી 164 કરોડની ખંડણી માગવા બદલ ચારની ધરપકડ
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીના સ્વાંગમાં મુંબઈના એક ડેવલપરને 164 કરોડની ખંડણી માટે ઇડીના દરોડાની ધાકધમકી આપી રહેલા ચાર કથિત ખંડણીખોરોની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ રાજેન્દ્ર શિરસાથ 59, રાકેશ આનંદ કુમાર કેડિયા, 56, કલ્પેશ ભોસલે, 50, અવરીશ શિવકાંત દુબે 46, ચારેય રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધવામાં આવી છે. પાંચમો શંકાસ્પદ સંદીપ તાડગેક શેરબજારના કારોબારમાં છે. પોલીસે કહ્યું કે વધુ બે શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે. આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકત્ર કરાયેલા સીસીટીવી ફૂટેજના આધારે પકડવામાં આવ્યા હતા જેમાં તેઓ પીડિત સાથે બાંદ્રામાં કોફી શોપમાં જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ તેને ધમકી આપી હતી. ફરિયાદી અને એક વોન્ટેડ શકમંદ, જેઓ સિત્તેરના દાયકાથી એકબીજાને ઓળખતા હતા અને પ્રાથમિક તપાસ મુજબ, તેમની વચ્ચે નાણાંકીય વિવાદ ચાલી રહ્યો છે. કેસની વિગત મુજબ આરોપીએ છઠ્ઠી જાન્યુઆરીના રોજ ફરિયાદીને ફોન કર્યો, અને ટૂંકી ચર્ચા પછી, આરોપીઓએ કહ્યું કે તેઓ સામસામે ચર્ચા કરી શકે છે, અને બાંદ્રામાં 10 જાન્યુઆરીએ એક મિટિગ નક્કી કરવામાં આવી હતી. મિટિગ દરમિયાન, એક આરોપીએ પોતાને ઇડી અધિકારી હોવાનો દાવો કર્યો અને તેની વિરુદ્ધ ઇડી કાર્યવાહી કરશે તેવી ધમકી આપી. ફરિયાદી પૈસા ચૂકવવા માગતો નહોતો, તેથી તેણે રાજ્યના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારી અને એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીનો સંપર્ક કર્યો. નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વધુ તપાસ કરવા માટે કેસને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ નવમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.ઉ