હત્યા પછી પોલીસને ખોટી માહિતી આપવા બદલ ચારની ધરપકડ
થાણે: થાણેમાં યુવાનની હત્યા કર્યા પછી પોલીસને ખોટી માહિતી આપનારા ચાર જણની ધરપકડ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ઝોન-5ના ડેપ્યુટી પોલીસ કમિશનર અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે એમએમઆરડીએના રેન્ટલ બિલ્ડિંગના 23મા માળે આવેલી એક રૂમમાં પહેલી સપ્ટેમ્બરે પ્રથમેશ ચવ્હાણની કથિત મારપીટ કરવામાં આવી હતી. બાદમાં ચારમાંથી એક આરોપીએ પોલીસને ફોન કરી ખોટી માહિતી આપી હતી.
આરોપી અને મૃતક વચ્ચે જૂની દુશ્મનાવટ હતી અને મૃતક ચોરીને ઇરાદે બિલ્ડિંગમાં ઘૂસ્યો હોવાનું પોલીસને કહેવામાં આવ્યું હતું, એમ ડીસીપીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરની ધરપકડ
આ પ્રકરણે ચિતળસર પોલીસે પહેલાં એડીઆર નોંધ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલને આધારે તપાસ હાથ ધરી પોલીસે બે વૉચમેન રાજેશ રામનરેશ યાદવ અને પ્રમોદકુમાર રામનરેશ યાદવ સહિત ગંગારામ યાદવ અને પ્રકાશ મોહિતેની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ વિરુદ્ધ હત્યા, પોલીસને ખોટી માહિતી આપવી, કાવતરું અને અન્ય આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)