લાઇસન્સ વિનાના ફેરિયાઓ માટે વૈકલ્પિક નીતિ ઘડોઃ હાઈ કોર્ટનો પાલિકાને આદેશ

મુંબઈ: રસ્તાઓ પર લાઇસન્સ વિનાની દુકાનો ઉભી કરનારા ફેરિયાઓ માટે નિયમોના માળખામાં બંધબેસતી અને તેમની સંખ્યાને નિયંત્રિત કરતી નીતિઓ ઘડવાનો નિર્દેશ હાઈ કોર્ટે મંગળવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યો છે.
આ પણ વાંચો: ફેરિયાઓ સામે ફરિયાદ વધી, સાત મહિનામાં આટલા લોકો સામે કાર્યવાહી
બધા હોકર્સ ચોરેલી વસ્તુઓ અથવા પ્રતિબંધિત વસ્તુઓ વેચતા નથી. કેટલાક લાયસન્સ વિના સેન્ડવીચ, બટાકાના વડા જેવા ખાદ્યપદાર્થો સાથે કેળા જેવા ફળો વેચે છે. ઘણા વર્ષોથી તેનું વેચાણ થતું હોવાથી તેના ગ્રાહકો નિશ્ચિત છે. તેથી મહાનગરપાલિકા વિક્રેતાઓ માટે બજાર ખસેડવાની નીતિનો અમલ કરી શકે છે.
તેના મુજબ આ હોકરોને અમુક વિસ્તારોમાં દિવસો અને કલાકો નક્કી કરીને વેચાણ કરવાનું કહી શકાય. તેના ભાગરૂપે, મ્યુનિસિપલ વહીવટીતંત્ર તેમને જમીન કોને, ક્યારે, ક્યાં અને કેટલા સમય માટે વેચવા માટે કહી શકે છે. જસ્ટિસ પટેલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ કોન્સેપ્ટને વોર્ડ મુજબ અને વિસ્તાર મુજબ કરવાની જરૂર છે અને આમ કરવાથી તે લાઇસન્સ અને લાઇસન્સ વગરના હોકર્સને ઓળખવામાં મદદ કરશે.
આ પણ વાંચો: ફેરિયાઓના હિતમાં મધ્ય રેલવે લેશે આ નિર્ણય, પ્રવાસીઓને થશે રાહત
જસ્ટિસ પટેલે ધ્યાન દોર્યું કે મ્યુનિસિપલ લાઇસન્સિંગ સ્કીમ પણ પૈસા કમાવવાનું રેકેટ છે. ફૂટપાથ પરના ફેરિયાઓને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને જીવ બચાવીને ચાલવું પડે છે. તેથી, કોર્ટે અવલોકન કર્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશને વિક્રેતાઓ, રાહદારીઓ અને વાહનચાલકો વચ્ચે સંતુલન જાળવવા માટે વૈકલ્પિક નીતિ ઘડવાની જરૂર છે.