ઉલ્હાસનગરમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય પપ્પુ કલાની સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં ભાજપના નેતાની ઓફિસ બહાર ગેરકાયદે એકઠા થવા અને તેમના સંબંધીને ધમકી આપવા બદલ ભૂતપૂર્વ વિધાનસભ્ય પપ્પુ કલાની તેમ જ અન્ય 20 જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉલ્હાસનગર વિસ્તારમાં 20 નવેમ્બરે આ ઘટના બની હતી. એ દિવસે રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી હતી.
ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઉલ્હાનગરના ભાજપના નેતા કુમાર ઐલાનીની ઓફિસ બહાર આરોપીઓ ગેરકાયદે એકઠા થયા હતા અને ઐલાનીની ભાભીને ધમકી પણ આપી હતી.
ઐલાનીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે 26 નવેમ્બરે કલાની તથા અન્ય લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો :યુપીમાં લૂંટના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે થાણેમાં ઝડપાયો
ઐલાનીએ ગયા અઠવાડિયે એનસીપી (એસપી)ના પપ્પુ કલાનીના પુત્ર ઓમી કલાનીને હરાવી ઉલ્હાસનગર વિધાનસભા બેઠક જાળવી રાખી હતી.
પપ્પુ કલાની વિરુદ્ધ અને ક્રિમિનલ કેસ દાખલ છે, જેમાં હત્યાના કેસનો પણ સમાવેશ છે અને તેમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો છે. (પીટીઆઇ)