ભૂતકાળમાં સચિન તેંડુલકરના સાસુ સાથે જોડાયેલી NGOની ફોરેન્સિક ઓડિટ થશેઃ ગૃહ મંત્રાલયનો આદેશ
ભૂતકાળમાં સંસ્થા સાથે જોડાયા હતા પણ 2019માં અન્નાબેલે રાજીનામું આપ્યાની સ્પષ્ટતા

મુંબઈ: છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર વિદેશી ડોનર્સ અને NGOના ફંડના ઉપયોગ પર બારીક નજર રાખી રહી છે. એવામાં ગૃહ મંત્રાલયે અમદાવાદ સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન(NGO) ગિવ ફાઉન્ડેશન(Give India Foundation)ના 3 વર્ષના ખાતાના ફોરેન્સિક ઓડિટનો આદેશ આપ્યો છે. આ ઓડિટમાં નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 વચ્ચે NGOને વિદેશથી મળેલા ફંડની તપાસ કરવામાં આવશે.
ગિવ ફાઉન્ડેશનની રજિસ્ટર્ડ ઓફીસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં છે. એક અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના સાસુ અન્નાબેલ મહેતા (Annabel Mehta), ગિવ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ઓનલાઈન ડોનેશન પ્લેટફોર્મ ‘ગિવઈન્ડિયા’ ના બોર્ડમાં છે.
મોટી ગડબડની શક્યતા:
ગૃહ મંત્રાલયે ગિવ ફાઉન્ડેશનને વિદેશી મળેલા દાન સંબંધિત ખાતાઓની વિગતવાર તપાસ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ, બોરકર અને મુઝુમદારની નિમણૂક કરી છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ની કલમ 20 (માહિતી મંગાવવાની શક્તિ) અને કલમ 30 (એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સનું નિરીક્ષણ કરવાની શક્તિ) હેઠળ ઓડિટને કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે મોટી અનિયમિતતાઓની તપાસ માટે આ કલમોનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી ગિવ ફાઉન્ડેશનના અકાઉન્ટમાં મોટી ગડબડ હોવાની શક્યતા છે.
આપણ વાંચો: ‘હર્ષા ભોગલે પર બેન લગાવો’ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે BCCI સમક્ષ આવી માંગ કેમ કરી?
NGO ની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદના થલતેજમાં છે. NGO ની વેબસાઇટ મુજબ સંસ્થાઓની હેતુ સમગ્ર ભારતમાં અસરકારક સામાજિક પહેલોને ટેકો આપીને ગરીબી નાબુદ કરવાનો છે.
નોટિફિકેશનઃ આ રિપોર્ટ અંગે પીઆર એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે આ એનજીઓ સાથે સચિન તેંડુલકરના સાસુ અન્નાબેલ મહેતા ભૂતકાળમાં જોડાયા હતા, પરંતુ 2019માં રાજીનામું આપ્યું હતું.