આમચી મુંબઈમહારાષ્ટ્ર

સમૃદ્ધી માર્ગ પર સુવિધાની થશે ભરમાર,સમૃદ્ધી માર્ગ પર સુવિધાની થશે ભરમાર

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ (એમએસઆરડીસી) દ્વારા બાંધવામાં આવેલા હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આગામી ત્રણ મહિનામાં ૧૨ જગ્યાએ ‘ફૂડ કોર્ટ’ બનાવવામાં આવશે. આ ફૂડ કોર્ટને કારણે વાહનો હાંકતી વખતે ડ્રાઇવરોને નિંદ્રા આવતી હોવાની (રોડ હિપ્નોસિસ) સમસ્યા પણ દૂર થઇ જશે. આ માર્ગ પર અત્યાર સુધી ૧૨૫ અકસ્માત થયા છે.

રોડ સાઇડ સુવિધાઓ (વેસાઇડ એમેનિટીસ) બનાવવા માટે એમએસઆરડીસીએ ગયા વર્ષે બહાર પાડેલા ત્રણ ટેન્ડરમાં એક કંપનીને અંદાજે ૧,૮૦૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ સંબંધિત કંપનીએ જરૂરી ડિપોઝિટ ન કરાવી હોવાને કારણે ફરી નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરોને જોરદાર પ્રતિસાદ મળ્યો હોવાથી બને આ માર્ગની બન્ને બાદુએ ૧૨ જગ્યાએ ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના આ ગામમાં મંગળવારે વિધાનસભાની ફેરચૂંટણી, ગ્રામજનો સીધા બેલેટ પેપર પર મતદાન કરશે…

દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાજ્યની રાજધાની નાગપુર વચ્ચેનું ૭૦૧ કિલોમીટરનું અંતર આઠ કલાકમાં પૂર્ણ કરી શકાય એવા આ સમૃદ્ધિ માર્ગના ત્રણ તબક્કાઓ શરૂ થઇ ગયા છે. એવામાં આ મહામાર્ગ ઇગતપુરી-નાગપુર-ઇગતપુરી એમ ૬૨૫ કિલોમીટરનો માર્ગ શરૂ છે. આ સંપૂર્ણ રીતે નવો માગ૪ હોવાથી અહીં પેટ્રોલ પંપ, હોટેલ વગેરેની સુવિધાઓ બહુ ઓછી છે. શરૂઆતમાં પેટ્રોલ પંપના માલિકોને જ હોટેલની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. તે પ્રમાણે બન્ને દિશામાં ૧૫ જગ્યો આ સુવિધા શરૂ કરવામાં આવશે એવી શક્યતા હતી, પરંતુ હજી પણ ૧૦થી ૧૨ જગ્યાએ જ આ સુવિધા ઉપલબ્ધ છે. રોડ હિપ્નોસિસને કારણે અત્યાર સુધી થયેલા ૧૨૫ અકસ્માતમાં ૨૫૦થી વધુ લોકોએ પોતાની જીવ ગુમાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button