ખાદ્યપદાર્થોમાં ભેળસેળ: કંપનીના પ્રોપ્રાઇટર, મેનેજર સામે નવી મુંબઈમાં ગુનો દાખલ
થાણે: કેટલીક લોકપ્રિય બ્રાન્ડ્સ સહિત ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી તેને માર્કેટમાં વેચવા બદલ નવી દિલ્હીની કંપનીના પ્રોપ્રાઇટર અને કંપનીની નવી મુંબઈમાં આવેલી ઓફિસના મેનેજર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં કંપનીના પરિસરમાં 9 અને 10 ફેબ્રુઆરીએ રેઇડ પાડી હતી અને રૂ. 24.52 લાખની કિંમતનો વિવિધ ખાદ્યપદાર્થનો ભેળસેળયુક્ત જપ્તો જપ્ત કર્યો હતો.
તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આરોપીએ કથિત રીતે બેચ નંબર, ખાદ્યપદાર્થોની મેન્યુફેક્ચર અને એક્સપાયરી ડેટ્સ, પોષક માહિતી અને ખાદ્યપદાર્થોના ઘટકો દર્શાવતા લેબલ સાથે ચેડાં કર્યા હતા, એવો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો હતો.
એફડીએ દ્વારા આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે તુર્ભે પોલીસે મંગળવારે બે આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)