આમચી મુંબઈ
મુંબઇમાં એક મહિના માટે ડ્રોન, પેરાગ્લાઇડર્સ ઉડાવવા પર પ્રતિબંધ

મુંબઈ: મુંબઈ પોલીસે કોઇ પણ ભાંગફોડના પ્રયાસને રોકવા માટે એક મહિના માટે ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સ અને હૉટ ઍર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રતિબંધાત્મક આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે, જે 4 એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો: ભાવનગરમાં 26 સ્થળો નો-ડ્રોન ઝોન જાહેર કરાયા, પોલીસની મંજૂરી વિના ડ્રોન ઉડાવ્યા તો…
આદેશ મુજબ આતંકવાદીઓ અને અસામાજિક તત્ત્વો તેમના હુમલા અને અને વીવીઆઇપીઓને નિશાન બનાવવા ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇ ઍરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સનો ઉપયોગ કરી શકે છે, લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે, જાહેર મિલકતોનો નાશ કરી શકે છે. એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે.