ફ્લેટ ખરીદદારો સાથે રૂ. ચાર કરોડની છેતરપિંડી: બેન્કના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણ સામે ગુનો
થાણે: ફ્લેટ અપાવવાને બહાને 18 લોકો સાથે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે કો-ઓપરેટિવ બેન્કના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી અને ડેવલપર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફેબ્રુઆરી, 2017થી જૂન, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓમાં અનેક ક્ધસ્ટ્રકશન કંપનીના માલિક અને ભાગીદાર સંતોષ બાબુરાવ વાઘમારે ઉર્ફે ટાઇગરભાઇ, કો-ઓપરેટિવ બેન્કના ભૂતપૂર્વ આસિસ્ટંટ જનરલ મેનેજર વિનાયક દિગંબર વાકનકર અને બકેન્કના સિનિયર ક્લર્ક જગદીશ ભાલેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: જેણે પૈસા ચૂકવ્યા જ નથી એને રિફંડ આપવાની છેતરપિંડી
ફરિયાદ અનુસાર વાઘમારેએ તેના પ્રોજેક્ટોમાં ફ્લેટ અપાવવાનું વચન આપીને લોકો પાસેથી નાણાં લીધાં હતાં. તેણે અન્ય આરોપીઓ સાથે મળીને તેમના બોગસ હસ્તાક્ષર કરીને બેન્કમાંથી લોન મંજૂર કરાવી હતી અને રૂ. 4.10 કરોડની છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો: વયોવૃદ્ધ ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
બેન્કે લોન મંજૂર કરતાં નાણાં લોકોની જાણ બહાર વાઘમારેની કંપનીનાં બેન્ક એકાઉન્ટમાં જમા કરાયાં હતાં. વાઘમારે બાદમાં ફ્લેટ અપાવવામાં નિષ્ફળ ગયો હતો. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં પીડિતોએ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે રાબોડી પોલીસે ગુરુવારે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ત્રણેય જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)