આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજીત પવારની બેઠકમાં તેના પાંચ ધારાસભ્યો ગેરહાજર; શરદ પવારના સંપર્કમાં હોવાનો છે સૂત્રોનો મત

મુંબઈ : 2024ની લોકસભા ચૂંટણીએ રાજકીય સમીકરણો ખોટા પડ્યા છે. તો વળી સૌથી વધુ ખેંચતાણ રહી હોય તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં રાજકારણના પ્રવાહો આડાઅવળા ફંટાય તેવી સ્થિતિ છે. અજીત પવાર (Ajit Pawar) તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા પરંતુ તેમના પાંચ ધારાસભ્યો મિટિંગમાં પહોંચ્યા નહોતા. જો કે એવું પણ કહેવાય રહ્યું છે કે અજીત પવારના 10 થી 15 સાંસદો શરદ પવારના સંપર્કમાં છે.

લોકસભા ચૂંટણી બાદ આજે અજીત પવારે બેઠક માટે તેમના ધારાસભ્યોને ટ્રાઇડન્ટ હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે અજીત પવારના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અજીત પવારના ઘણા વિધાનસભ્યો શરદ પવારના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આવનાર સમયમાં આથી ધારાસભ્યોની આવક જાવકનો દોર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

જો કે આની અસર વર્તમાન શિંદે સરકારને કોઈ જ અસર થવાની નથી, પરંતુ આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો હોય જેથી તે રાજકીય માહોલ ઘણો મહત્વપૂર્ણ બની રહે તેમ છે. જો કે આ બાબતને લઈને એનસીપી (અજીત પવાર) દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાંચે વ્યક્તિએ ગેરહાજર રહેવા માટેનું કારણ રજૂ કર્યું છે. કોઈપણ નેતા શરદ પવારની ટુકડી સાથે સંપર્કમાં નથી, પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે આજની બેઠકમાં ગેરહાજર રહેવા માટેનું તેમણે કારણ રજૂ કર્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker