આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈમાં બેગમાં પાંચ દિવસની બાળકી ત્યજી દેવાઈ

નવી મુંબઈઃ નવી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની હતી અને આ ઘટનામાં નવજાત બાળકને બેગમાં ભરીને ત્યજી દેવામાં આવ્યું હતું. નવજાત શિશુનો રડવાનો અવાજ આવતા બેગમાં શું છે એની માહિતી સામે આવી હતી. બેગમાં બાળકને મૂકીને પોબારા ગણનાર વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નવી મુંબઈના ઘણસોલી ખાતે સેક્ટર 3માં લક્ષ્મી હોસ્પિટલ અને એક પ્રાઈવેટ જિમના કોમન એરિયામાં આ ઘટના બની હતી. અહીં મૂકવામાં આવેલી બેગમાં પાંચ દિવસની નવજાત બાળકી હતી. બાળકીવાળી આ બેગ છોડીને જનાર વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાળકીનો રડવાનો અવાજ આવતા આસપાસના લોકોને આ બાબતી જાણ થઈ હતી.
ઘટનાસ્થળે હાજર લોકોએ બેગ ખોલીને જોયું તો તેમાંથી જીવતી બાળકી મળી આવી હતી. આ બાબતની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. બાળકીને તાબામાં લઈને તેના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ બાળકીને નેરુળમાં આવેલા વિશ્વ બાળ કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. કોપરખૈરણે પોલીસ દ્વારા આ બાબતે અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પહેલાં નવી મુંબઈના તુર્ભે ઈંદિરાનગરમાં મનપા હોસ્પિટલ નજીક કચરા પેટીમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. સવારે કચરો લેવા આવેલા પાલિકાના કર્મચારીઓને આ બાળક મળ્યું હતું અને તેઓ એને હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણે એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

પિંપરી-ચિંચવડના બાલાજીનગર વિસ્તારમાં એક નાળામાં પણ નવજાત મળી આવ્યું હતું. મોર્નિંગવોક પર નીકળેલા નાગરિકોને નાળામાં શ્વાન કંઈ ખાઈ રહ્યું હોવાનો આભાસ થયો હતો અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી ત્યાર બાદ તે ભ્રૂણ હોવાનું જાણવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો? અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીની શરૂ થઇ અન્ન સેવાથી