મુંબઈથી ગુજરાત મોકલાતા પાંચ કરોડનો પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાના જથ્થો જપ્ત, એકની ધરપકડ
Top Newsઆપણું ગુજરાતઆમચી મુંબઈ

મુંબઈથી ગુજરાત મોકલાતા પાંચ કરોડનો પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાના જથ્થો જપ્ત, એકની ધરપકડ

મુંબઈ : ડીઆરઆઈએ દિવાળીના દિવસે મુંબઈથી ગુજરાત મોકલાતા પાંચ કરોડની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાના જથ્થાને સીઝ કર્યો છે. આ ફટાકડા ચીનથી આયાત કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ડીઆરઆઈ અધિકારીઓએ ન્હાવા શેવા બંદર પર ચીનથી 40 ફૂટ લાંબા કન્ટેનરને અટકાવ્યું હતું. જે આઈસીડી અંકલેશ્વર તરફ જઈ રહ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં કન્ટેનરને “લેગિંગ્સ” તરીકે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ બારીકાઈથી તપાસ કરતાં અધિકારીઓએ કપડાંના નીચે છુપાયેલા ફટાકડા મળી આવ્યા હતા.

ગેરકાયદે દાણચોરીનો પર્દાફાશ

ડીઆરઆઈ એ ઓપરેશન ફાયર ટ્રેઇલ હેઠળ ફટાકડાની ગેરકાયદે હેરફેરનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. ચીનથી આયાત કરાયેલ ફટાકડાના સામાનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત આશરે રૂપિયા 4.82 કરોડ છે.

વેરાવળથી રેકેટના એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

સૂત્રોના જણાવ્યા અનુસાર, . તપાસ બાદ, ડીઆરઆઈ એ સમગ્ર કન્સાઇન્મેન્ટ જપ્ત કર્યું. જયારે વધુ તપાસમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા. જે દાણચોરી નેટવર્કની મોડસ ઓપરેન્ડી જાહેર કરે છે. ત્યારબાદ, ગુજરાતના વેરાવળમાં રેકેટના એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button