‘ફિટ મુંબઈ ’ પહેલના ભાગરૂપે સુધરાઈની બાન્દ્રામાં ‘ફિટ સેટરડે’ ઝુંબેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘ફિટ મુંબઈ ’ પહેલના ભાગરૂપે સુધરાઈની બાન્દ્રામાં ‘ફિટ સેટરડે’ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈની ફાસ્ટ લાઈફમાં પણ તેમનું આરોગ્ય જળવાઈ રહે અને નાગરિકો પોતાના આરોગ્ય માટે નિયમિત સમય આપે તે આવશ્યક છે. નિરોગી આરોગ્ય માટે નાગરિકો મુંબઈ મહાનગરપાલિકાની સેવા સુવિધાનો લાભ લઈ શકે તે માટે ‘ફિટ મુંબઈ ’ પહેલના ભાગરૂપે સુધરાઈએ બાન્દ્રા ફોર્ટ ગાર્ડન ખાતે ‘ફિટ સેટરડે’ ઝુંબેશ શરૂ કરી હતી.

આ ઝુંબેશ અંતર્ગત પાલિકા દ્વારા ‘એલ એન્ડ ટી-બીએમસી કોસ્ટલ રોડ હાફ મૅરેથોન’નું આયોજન કરવામાં આવવાનું છે, જે દર વર્ષે ડિસેમ્બરના બીજા રવિવારે યોજાશે. એ સિવાય પાલિકાના નેજા હેઠળ સ્થાનિક સંસ્થા દ્વારા બગીચાઓ અને રમતના મેદાનોમાં વોકિંગ, જોગીંગ, યોગા, મેડિટેશન અને પ્રાણાયામ જેવા ફિટનેસના સત્રોનું આયોજન કરવામાં આવશે.

આપણ વાંચો: આહારથી આરોગ્ય સુધી : સ્વસ્થ રહેવા તહેવારોની ઉજવણી જરૂરી…

શનિવારે બાન્દ્રામાં શરૂ ‘ફિટ મુંબઈ ’ ‘ફિટ સેટરડે’ ઝુંબેશના શુભારંભ દરમ્યાન પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે આ ઝુંબેશનો હેતુ કસરત નહીં કરતા લોકોને નિયમિત ફિટનેસ રૂટિન અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

યોજન અને પ્રતિબદ્ધતા સારા સ્વાસ્થયની ચાવી છે. મુંબઈના નાગરિકોએ એકંદરે ફિટનેસ અને ઉર્જા જાળવવા માટે નિયમિત શારિરીક પ્રવૃતિ અપનાવવા અને પાલિકાની આ ઝુંબેશને ટેકો આપવા માટે કમિશનરે અપીલ પણ કરી હતી.

મુંબઈ પાલિકાના ઝોન-ત્રણના ડેપ્યુટી કમિશનર વિશ્ર્વાસ મોરેએ જણાવ્યું હતું કે આ ઝુંબેશનો હેતુ ચાલવા ન માગતા લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનો. અને જોગિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. નિયમિત કસરત બીમારીઓથી બચવામાં મદદ કરે છે.

આપણ વાંચો: આરોગ્ય વીમા પૉલિસીની કંપની કેવા સંજોગોમાં બદલવી જોઈએ?

પાલિકાએ મુંબઈ કોસ્ટલ રોડ પર સાયકલિંગ ટ્રેક અને ૭.૫ કિલોમીટરનો દરિયા કિનારે પ્રોમોેનેડ વિકસાવ્યો છે અને સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના સહયોગથી વાર્ષિક મેરેથોનની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બરના બીજા રવિવારે યોજાશે અને તેનો ઉદ્ઘાટન કાર્યકામ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ થશે.

પાલિકાએ રવિવારે શરૂ કરેલી ‘ફિટ મુંબઈ ’ ઝુંબેશ હેઠળ દર શનિવારે સવારના ૬.૩૦ વાગે બગીચા અને મેદાન પર ફિટનેસ સત્રનું આયોજન થશે. તમામ ઉંમરના લોકો માટે વોકિંગ અને જૉગિંગ અને યોગનું આયોજન કરવામાં આવશે. વોર્ડ સ્તરે સ્થાનિક સ્તરે ફિટનેસ અને સામાજિક સંસ્થાના માધ્યમથી ફિટનેસ સત્રનું આયોજન કરવામાં આવશે. શિવયોગ કેન્દ્રના માધ્યમથી યોગ અને મેડિટેશન અને પ્રાણાયામ વગેરેનું આયોજન કરવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button