આમચી મુંબઈટોપ ન્યૂઝ

Vande Bharat Sleeper Train નો પહેલો ટ્રાયલ હાથ ધરાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચેના કોરિડોરમાં ટ્રાયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વંદે ભારત ટ્રેન પછી હવે વંદે ભારત સ્લીપર ટ્રેનની મહિનાઓથી રાહ જોવામાં આવી રહી છે ત્યારે મુંબઈ ડિવિઝનમાં બુધવારે દેશની સૌથી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેમાં અમદાવાદ-વડોદરા-મુંબઈ સેન્ટ્રલ કોરિડોરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એકંદરે સફળ રહ્યો હતો.

વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ અમદાવાદથી મુંબઈ વચ્ચે હાથ ધરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. સવારે અમદાવાદથી મુંબઈ 540 કિલોમીટરનું અંતર પાંચ કલાક અને 25 મિનિટમાં પૂરો કરવામાં આવ્યો હતો, જ્યારે બેથી પાંચ મિનિટ રાખવામાં હોલ્ટ આપવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: હવે આવી ગઇ વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો લેટેસ્ટ અપડેટ

અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ રવાના કરવામાં આવ્યા પૂર્વે ટ્રેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા પહેલા ટ્રેનની સ્પીડ સહિત અન્ય બાબતનો પરીક્ષણ કરવામાં આવ્યા હતા. 16 કોચની સ્લીપર વંદે ભારત ટ્રેનમાં ત્રણ ક્લાસ છે, જેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચનો સમાવેશ થાય છે. આ અગાઉ ટ્રેનનો કલાકના 180 કિલોમીટરની સ્પીડના ટ્રાયલ પણ હાથ ધરવામાં આવ્યો હતો, જે સફળ થયો હતો. ત્યાર બાદ રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટીનું ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

આજે બપોરે 1.50 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સ્લીપર ટ્રેન આવી હતી. ટ્રેનમાં એકદમ વર્લ્ડ ક્લાસ ઈન્ટિરિયર છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે કલાકના 130 કિલોમીટરની ઝડપથી ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. જોકે, સંપૂર્ણ ટેસ્ટિંગ કર્યા પછી આરડીએસઓ દ્વારા ફાઈનલ સર્ટિફિકેટ આપવામાં આવશે.

આ પણ વાંચો: Vande Bharat Express : રેલવેના મુસાફરો માટે ખુશખબર, આ 9 રૂટો પર ચાલશે સ્લીપર વંદે ભારત

વંદે ભારત ટ્રેન આધુનિક હોવાની સાથે નવી સ્લીપર ટ્રેન પણ એકદમ આધુનિક છે, જ્યારે ટ્રેનની અંદરનું રાચરચિલું પણ આધુનિક છે. એરક્રાફટ ડિઝાઈન આધારિત વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ખાસ કરીને ઓનબોર્ડ વાઈફાઈ સુવિધા, ઓટોમેટિક ડોર, અલ્ટ્રા કમ્ફર્ટેબલ બર્થ્સ, એરક્રાફ્ટ જેવી ડિઝાઈન વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી કોચમાં 24 સીટ, જ્યારે સેકન્ડમાં 48 અને થર્ડ એસી કોચમાં 67 સીટ ઉપલબ્ધ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અહીં એ જણાવવાનું કે હાલના તબક્કે ભારતીય રેલવેમાં 136 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વંદે ભારતની લોકપ્રિયતા પછી ભારતીય રેલવેમાં વંદે સ્લીપર ટ્રેન દોડાવવા માટે રેલવે સજ્જ બન્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button