Parineeti Chopra-Raghav Chadhaના લગ્નનો પહેલો ફોટો ઇન્ટરનેટ પર થઇ રહ્યો છે વાઇરલ
મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આખરે લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. ઉદયપુરના લીલા પેલસમાં યોજાયેલા આ લગ્નની પહેલી તસવીર જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે હવે પરિણીતી અને રાધવ ચઢ્ઢાના લગ્નની પહેલી તસ્વીર ઇન્ચરનેટ પર ખૂબ વાઇરલ થઇ રહી છે. જોકે આ તસવીર અંગે અલગ અલગ ધારણાઓ બાંધવામાં આવી છે. કોઇ આ ફોટોને સંગીત સંધ્યાનો ફોટો ગણાવી રહ્યું છે, તો કોઇ રીસેપ્શનનો. જોકે ફેન્સ માટે તો પરિણીતીનો તેના પતિ સાથેનો પહેલો ફોટો જ કાફી છે પછી તે સંગીતનો હોય કે રીસેપ્શનનો એમને માટે આ વાત કોઇ મહત્વ રાખતી નથી.
મીસ્ટર અને મીસેસ ચઢ્ઢા આ ફોટોમાં ખૂબ જ સુંદર દેખાઇ રહ્યાં છે. સિંદુર, હાથોમાં ચૂડો અને પિંક સાડીમાં પરિણીતી ખૂબ આકર્ષક લાગી રહી છે. જ્યારે બ્લેક સુટમાં રાઘવ ચઢ્ઢા જાણે તેને કોમ્પલીમેન્ટ આપી રહ્યાં છે.
કોઇનું કહેવું છે કે આ ફોટો 24મી સપ્ટેમ્બરે સાંજે યોજાયેલા રિસેપ્શનની છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પરિણીતી અને રાધવના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ફોટો રિસેપ્શનનો છે. લગ્ન બાદ આ કપલની પહેલી ઝલક દેખાતાં આ ફોટો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
રવિવારે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં યોજાયા હતાં. 22મી સપ્ટેમ્બરે લગ્નની વિધી મહેંદીથી શરુ થઇ હતી. 23મી સપ્ટેમ્બરના રોજ હલ્દી અને સૂફી નાઇટ યોજાઇ હતી.
સિંગર નવરાજ હંસ સંગીત સેરેમનીમાં પહોંચ્યા અને નવરાજે જ પરિણીતી અને રાઘવનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કર્યાના થોડાં જ સમયમાં નવરાજ સિંહે ફોટો ડીલીટ કરી દીધા હતાં. જોકે ગણતરીની પળોમાં જ આ ફોટો વાઇરલ થઇ ગયા હતાં.
જોકે હજી સુધી આ કપલે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા નથી. ત્યારે હવે ફેન્સ આ કપલના ફોટો જોવા આતુર છે.