આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ ટ્રેનનો પ્રથમ તબક્કો ૨૦૨૬ સુધીમાં થશે તૈયાર: અશ્ર્વિની વૈષ્ણવ

તત્કાલીન ઉદ્ધવની સરકારને કારણે પ્રોજેક્ટમાં વિલંબ

મુંબઈ: રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે શુક્રવારે તેમની મુંબઈની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનો બિલિમોરાથી સુરત સુધીનો પહેલો તબક્કો ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારે બિલિમોરા-સુરત રુટ પર ઈ-૫ શ્રેણીની શિંકનસેન ટ્રેનોની ટ્રાયલ હાથ ધરવામાં આવશે. વૈષ્ણવે વિક્રોલી શાફ્ટ ખાતે ટનલ બોરિંગ કામગીરીની શરૂઆત તરીકે ટનલ ખોદવાના કામ માટે પ્રથમ રિમોટ-કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ હાથ ધર્યું હતું.

ગુજરાતમાં ૨૫૦ કિલોમીટરથી વધુ ગર્ડરનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉની મહારાષ્ટ્ર સરકારના અસહકારને કારણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોડું થયું હતું. જો ઉદ્ધવ ઠાકરે સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો નહોત, તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઘણું કામ પૂર્ણ થઈ ગયું હોત.

ઓપરેશનલ પ્લાનની રૂપરેખા મુજબ, કોરિડોર પર હાઇ-સ્પીડ ટ્રેનો ૫૦૮ કિલોમીટરના રુટમાં ૧૨ સ્ટેશનો પર ૩૨૦ પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલ મંત્રાલય દરેક દિશામાં દરરોજ ૩૫ ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે, જે પીક અવર્સ દરમિયાન દર ૨૦ મિનિટે અને નોન-પીક અવર્સ દરમિયાન દર ૩૦ મિનિટે ચાલશે.

દરમિયાન, મુંબઈમાં, રેલવેએ ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે ચાર સ્થળોએ ઊંડા ખોદકામનું કામ શરૂ કર્યું છે. ઘણસોલી નજીક, વિક્રોલી, થાણે, અને સાવલી ખાતે હાલમાં કામ ચાલી રહ્યું છે, જે તમામ ભૂગર્ભ રેલ ટનલના પ્રવેશદ્વાર છે. ૫૬ મીટર ભૂગર્ભમાં બનનારી ટનલનો સૌથી ઊંડો વિસ્તાર વિક્રોલીમાં હશે, જેના માટે ગોદરેજ એન્ડ બોયસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૩માં નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને જમીન સોંપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker