કોન્ટ્રાક્ટ ભરતીનો પ્રથમ જીઆર કૉંગ્રેસનો મહાવિકાસ આઘાડીનું પાપ,હવે જીઆર રદ થશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં કોન્ટ્રાક્ટ ભરતીને લઈને વિપક્ષ હાલમાં શાસક પક્ષને આડે હાથે લઈ રહ્યો છે. આ માટે મહાવિકાસ આઘાડીએ આંદોલન પણ શરૂ કર્યું છે. આ બધાની વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ યોજીને પુરાવા સાથે મહાવિકાસ આઘાડી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ફડણવીસે એ પણ જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં કોન્ટ્રાક્ટ ભરતી માટે બહાર પાડવામાં આવેલ સરકારી પરિપત્ર (જીઆર) રદ કરી રહ્યા છે.
કોન્ટ્રાક્ટ ભરતીને લઈને અમારી સરકાર પર આક્ષેપો થઈ રહ્યા છે. જો કે, આ પાપ કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળનું છે અને તેઓ તેમનો દોષ અમારા પર ઢોળી રહ્યા છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે તેમના ચહેરા પરથી પડદો ફાટી ગયો છે અને અમારી સરકારે કરાર આધારિત ભરતીનો જીઆર રદ કરવાનો નિર્ણય લીધો છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે કોન્ગ્રેસ અને શરદ પવારની એનસીપી સત્તામાં હતી ત્યારે કોન્ટ્રાક્ટ ભરતી પર પહેલો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફડણવીસે એ પણ માહિતી આપી હતી કે ૨૦૧૦માં જ્યારે અશોક ચવ્હાણ મુખ્ય પ્રધાન હતા ત્યારે પહેલીવાર આ સંબંધમાં જીઆર બહાર પાડવામાં આવ્યો હતો. ફડણવીસે આક્ષેપ કર્યો હતો કે શિક્ષકની કરાર આધારિત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આક્ષેપ કર્યો છે કે અશોક ચવ્હાણ પછી પૃથ્વીરાજ ચવ્હાણ મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ કરાર આધારિત ભરતી અંગેનો જીઆર બહાર પાડવામાં આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે જ કોન્ટ્રાક્ટ ભરતીની મંજૂરી
દેવેન્દ્ર ફડણવીસે ગંભીર આરોપ લગાવ્યો હતો કે શરદ પવારના આશીર્વાદથી ૨૦૨૧માં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કોન્ટ્રાક્ટ ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે આક્ષેપ કર્યો છે કે કરાર આધારિત ભરતીના આ બધા પાપ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના છે. તેઓ પાપ કરતા હતા અને હવે અમારા માથા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીએ જનતાને ગેરમાર્ગે દોરી છે અને તે માટે તેમણે માફી માગવી જોઈએ. તેઓ માફી નહીં માંગે તો ભાજપ તેમની સામે આંદોલન કરશે.ઉ