આમચી મુંબઈ

મુંબઇમાં કાયદો નેવે મૂકાયો? ફટાકડાં ફોડવાના નિશ્ચિત સમયને નજઅંદાજ કરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલી આતશબાજી

મુંબઇ: હાઇકોર્ટ દ્વારા ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8થી 10 વાગ્યા સુધીનો નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં આ કાયદાને નજરઅંદાજ કરી મુંબઇમાં ધનતેરસના દિવસે અને શનિવારે આ સમય મર્યાદા ઓળંગી ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. ઘણી જગ્યાએ તો રાત્રે 12 વાગ્યા પછી પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. પોલીસ વેન રાત્રે મુંબઇના વિવિધ વિસ્તારોમાં ફરતી લોકોએ જોઇ હતી. છતાં પણ કાયદો નેવે મૂકી નિશ્ચિત સમયનું પાલન કર્યા વગર મોડી રાત સુધી ફટાકડાં ફોડવામાં આવ્યા હતાં.

મુંબઇની હવાની ગુણવત્તાના આંકડા જોતાં ભલે હાલમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઓછું છે આ આંકડો સમાધાનકારક છે છતાં મુંબઇગરાને ધૂમાડાની તકલીફ થઇ રહી છે. દિવાળીમાં ફટાકડા ફોડ્યા બાદ દર વર્ષે હવાની ગુણવત્તાનું સ્તર નીચું જતું હોય છે. એવો અહેવાલ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળના માધ્યમથી જાણવા મળ્યો છે.


દિવાળીનો આનંદ ચાર દિવસ જ મળે છે એવા કારણસાથે મુંબઇગરા મોટા પ્રમાણમાં ફટાકડાં ફોડતા હોય છે. જેમાં અવાજ કરનારા ફટાકડાઓ સાથે આકાશમાં પ્રકાશ કરનારા ફટાકડા પણ ભારે માત્રામાં ફોડવામાં આવે છે. જે ફટાકડાને કારણે રોશનાઇ થાય છે કે લાઇટ થાય છે તે ફટાકડામાંથી લાઇટ થાય તે માટે વાપરવામાં આવનાર ઘટકોને કારણે વધુ ધુમાડો થતો હોય છે. જોકે આ અંગે લોકો બેધ્યાન હોવાથી પ્રદૂષણની માત્રા વધે છે.


ધન તેરસના દિવસે ઘણાં મુંબઇગરાએ ફટાકડા ફોડવાની શરુઆત કરી હતી. શનિવારે પણ ફટાકડા ફૂટ્યા હતાં. ઘણાં વિસ્તારોમાં જેની શરુઆત સાંજે છ વાગ્યાથી જ થઇ ગઇ હતી. લક્ષ્મી પૂજનને દિવસે તેનું પ્રમાણ સૌથી વધુ હશે. વેપારીઓ નવા વર્ષના સ્વાગતમાં ઘણાં ફટાકડા ફોડે છે. તેથી હવે રવિવારે ઉજવવામાં આવનાર લક્ષ્મીપૂજનના દિવસે પ્રદૂષણ તરફ ખાસ ધ્યાવ આપવમાં આવશે. ધન તેરસની મુંબઇના વિવિધ વિસ્તારોમાં રાત્રે મોડે સુધી ફટાકડા ફૂટશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટે ભલે સમય મર્યાદા નક્કી કરી હોય પણ સવારે અભ્યંગ સ્નાન બાદ ફટાકડા ફોડવાની પરંપરા તો આ વર્ષે પણ જળવાશે એવી શક્યતાઓ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button