આમચી મુંબઈ

ફાયર સેફટીનુંં નિયમોનો ભંગ કર્યો તો દંડની રકમ પ્રોપર્ટી ટેક્સ સાથે વસૂલાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બહુમાળી ઈમારત સહિત મોટા એસ્ટાબ્લિશમેન્ટમાં ફાયર સેફટી સિસ્ટમ બેસાડવાનું અને તે કામ કરતી હોવાનું આવશ્યક છે. આમ છતાં મોટાભાગની આગની દુર્ઘટના દરમિયાન આ સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યા બાદ હવે મુંબઈ મહાનરપાલિકાએ ફાયરસેફટી સિસ્ટમના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડની રકમ વસૂલ કરવાનો વિચાર કર્યો છે આ રકમ પ્રોપર્ટી ટેક્સમાં જ વસૂલ કરવા બાબતે વિચાર કર્યો છે અને તે માટેનો પ્રસ્તાવ તેમણે મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શનને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં મુંબઈમાં અનેક જગ્યાએ બહુમાળી ઈમારતોમાં લાગેલી આગ દરમિયાન ઈમારતમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું છે અને તેને કારણે આગની દુર્ઘટના બાદ બચાવ કામગીરીમાં અડચણો આવવાની સાથે જ જાનમાલનું નુકસાન વધવાની શક્યતા હોય છે. મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મૅઝર ઍક્ટ, ૨૦૦૬ હેઠળ બિલ્િંડગના માલિકોએ ફાયર સેફટીના લગતા નિયમોનું તમામ પાલન કરવામાં આવી રહ્યુંં હોવાનું જણાવતાનું ‘ફોર્મ બી’ સર્ટિફિકેટ વર્ષમાં બે વખત સબમિટ કરવાનું આવશ્યક છે.

ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અનેક વખત રીમાઈન્ડર મોકલ્યા બાદ પણ અનેક સોસાયટીઓ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાઈ આવ્યું છે. તો ફાયરબ્રિગેડ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી ફેરફાર લાગુ કરાવવામાં નિષ્ફળ રહી છે. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકાએ ફાયર સેફટી સિસ્ટમનું પાલન કરવામાં નિષ્ફળ જનારાઓ પર દંડ લાગુ કરવાનો વિચાર કરી રહી છે અને આ દંડની રકમ પ્રોપર્ટી ટેક્સના બિલમાં વસૂલ કરવાનો વિચાર છે અને તેને લગતો પ્રસ્તાવ પાલિકાએ મહારાષ્ટ્ર ફાયર સર્વિસના ડાયરેક્ટર પાસે મંજૂરી માટે મોકલ્યો છે. સોમવારે અંધેરી (પશ્ર્ચિમ)માં બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં ૭૫ વર્ષના વૃદ્ધનો જીવ ગયો હતો. આ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યુ હતું. શહેરમાં હાલ મોટા પ્રમાણમાં ૬૦થી ૭૦ માળની ઈમારતોનું બાંધકામ ઝડપથી થઈ રહ્યું છે. તેથી આવી હાઈરાઈઝ ઈમારતોમાં અસરકારક ફાયર સેફટી સિસ્ટમ હોવી આવશ્યક છે. જો બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોય તો ફાયરબ્રિગેડે બહારની સિસ્ટમ એટલે કે પોતાના સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જે અમુક વખતે ભીષણ આગ દરમિયાન આગનો સામનો કરવા નિષ્ફળ પણ જતી હોય છે. ફાયરબ્રિગેડને પોતાના સાધનો બિલ્ડિંગના ઉપરના માળા સુધી લઈ જવામા પણ અનેક અડચણો આવતી હોય છે અને તેને કારણે બચાવ કામગીરીને મોટો ફટકો પડતો હોય છે.

મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એેન્ડ લાઈફ સેફટી મેઝર્સન એક્ટ, ૨૦૦૬ની કલમ ૩(૧) મુજબ દરેક માકિલ અથવા કબજેદારે જેમ બને તેમ અથવા ના ભાગમાં ફાયર સેફટી સિસ્ટમ બેસાડવી આવશ્યક છે. ઉપરાંત કલમ ૩(૩) મુજબ માલિક અથવા કબજેદરા માટે ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરે છે કે નહીં તેનું ઓડિટ કરાવીને વર્ષમાં બે વખત લાઈસન્સ પ્રાપ્ત એજન્સી દ્વારા મેળવવાનું હોય છે.

મુંબઈ ફાયર બ્રિગ્રેડ મુજબ ડિસેમ્બર, ૨૦૨૪માં ૪૬૬ હોટલ અને રેસ્ટોરન્સ, ૫૦ ઓકૅસ્ટ્રા-બાર, નવ રૂફટોપ હોટલ, ૭૬ લોન્જ, ૨૧ થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલ અને ૧૯ મોલ્સ સહિત ૬૪૧ એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરી હતી. નોન ઓપરેશનલ ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું ત્રણ જગ્યો જણાઈ આવ્યુ હતું, તેમને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને ફાયર સેફટી સિસ્ટમ ફરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે.

નિયમ મુજબ દરેક હાઉસિંગ સોસાયટીને તેમની ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં ખામી સુધારવા માટે વધારેમાં વધારે ૧૨૦ દિવસનો સમય આપવામાં આવે છે, જે સોસાયટીઓ ૩૦ દિવસમાં સમારકામ શરૂ કરવામાં નિષ્ફળ જાય તો તેમની સામે પ્રતિબંધિત પગલા લેવામાં આવી શકે છે. કાયદાકીય કાર્યવાહીમાં સમય જઈ શકે છે. તેથી હવે પ્રોપર્ટી ટેક્સ દ્વારા ભારે દંડ લાગુ કરવાની જોગવાઈઓ કરવા માટે મહારાષ્ટ્ર ફાયર સર્વિસીસના ડાયરેકટરને વિનંતી કરવામાં આવી હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

બે વર્ષમાં ૫૧ લોકો આગના ભોગ
વર્ષ કુલ કોલ મૃત ઈજાગ્રસ્ત
૨૦૨૩ ૫,૦૭૪ ૩૦ ૩૦૩
૨૦૨૪ ૫,૨૭૫ ૨૧ ૧૭૬

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button