ગોદાન એક્સપ્રેસના પાર્સલ ડબ્બામાં આગ | મુંબઈ સમાચાર

ગોદાન એક્સપ્રેસના પાર્સલ ડબ્બામાં આગ

નાશિક રોડ: નાશિક રેલવે સ્ટેશનેથી ભુસાવળની દિશામાં જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની પાર્સલ બોગીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. જોકે, રેલવે ગાર્ડના ધ્યાનમાં આ વાત સમયસર આવતા ટ્રેન થોભાવી આગ બુઝાવી દેવામાં આવી હતી. પરિણામે મોટો અનર્થ ટળી ગયો હતો. મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસથી ઊપડેલી ગોદાન એક્સપ્રેસ શુક્રવારે બપોરે હંમેશ મુજબ નાશિક રોડ સ્ટેશન પહોંચી હતી. સ્ટેશનેથી રવાના થયા બાદ ગોરેવાડી નજીક ટ્રેનના પાર્સલના ડબ્બામાંથી ધુમાડો નીકળ્યો હોવાનું ધ્યાનમાં આવતા બાજુના ડબ્બાના પ્રવાસીઓએ બૂમાબૂમ કરી હતી. ગાર્ડને ખબર પડતા તત્કાળ ટ્રેન થોભાવવામાં આવી હતી. અગ્નિશમન દળના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પણ ડબ્બા પર પાણીનો મારો ચલાવવો શક્ય ન હોવાથી એને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેન આગળ વધી હતી.

Back to top button