ચેમ્બુર અને ભાંડુપમાં આગ: કોઈ જખમી નહીં...

ચેમ્બુર અને ભાંડુપમાં આગ: કોઈ જખમી નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પૂર્વ ઉપનગરના ભાંડૂપ અને ચેમ્બુરમાં સોમવારે ગોડાઉન અને દુકાનમાં આગ લાગવાના બે જુદા જુદા બનાવ બન્યા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ચેમ્બુરમાં મલ્હાર હોટલ નજીક રોડ નંબર ૧૯ પર આશિષ કૉ.હાઉસિંગ સોસાયટી આવેલી છે. ગ્રાઉન્ડ પ્લસ, સાત માળની કર્મશિયલ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટના ૨,૦૦૦ સ્કેવર ફૂટના વિસ્તારમાં બાટાનો શોરૂમ આવેલો છે. સોમવારે વહેલી સવારના ૪.૩૫ વાગે અચાનક શોરૂમમાં આગ ફાટી નીકળી હતી.

આગને કારણે ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈન્સ્ટોલેશન, ચપ્પલ અને બુટનો સ્ટોક સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથમાં લીધી હતી. લગભગ ૭.૫૦ વાગે આગ બુઝાવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

આગનો બીજો બનાવ ભાંડુપ (પશ્ર્ચિમ)માં ખિંડીપાડામાં ડકલાઈન રોડ પર બન્યો હતો, જેમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળની બિલ્ડીંગમાં બીજા માળા પર આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં બપોરના ૧.૩૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગ બુઝાવામાં ભારે અડચણ આવી હતી. મોડેથી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી પણ કુલિંગ ઓપરેશન મોડી સાંજ સુધી ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

આ પણ વાંચો…ચેમ્બુર આગ: મુખ્ય પ્રધાન શિંદેએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખનું વળતર

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button