આમચી મુંબઈ
ગોરેગામમાં ખુલ્લા મેદાનમાં ઝાડી-કચરામાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ (પૂર્વ)માં ગણેશ નગરમાં શકાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક આવેલી ગોખલે વાડીમાં ખુલ્લા મેદાનમાં રહેલા ઝાડી-ઝખરા, ઘાસ અને પ્લાસ્ટિકના ભંગાર સામાન સહિત અન્ય ભંગારમાં મંગળવાર વહેલી સવાર આગ ફાટી નીકળી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ૪,૦૦૦ સ્કવેર ફૂટના ખુલ્લા મેદાનમાં રહેલા ભંગાર સામાન સહિત ઝાડી અને કચરામાં વહેલી સવારના ૩.૫૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.
આપણ વાચો: યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી
ઘટના સ્થળે ચાર ફાયર એન્જિન, બે જેટી, એક વોટર ટેન્કર, એક વોટર ક્વિક રિસ્પોન્સ વેહિકલ સાથે અધિકારીઓ પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ સવારના ૮.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.



