પાલઘરમાં જેએસડબ્લ્યુ સ્ટીલના પ્લાન્ટમાં લાગી આગ: જાનહાનિ નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાલઘરમાં જેએસડબ્લ્યુ સ્ટીલના પ્લાન્ટમાં લાગી આગ: જાનહાનિ નહીં

પાલઘર: પાલઘર જિલ્લામાં જેએસબી સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું.

બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલી જેએસબી સ્ટીલ કંપનીના પીએલ ટીસીએમ (પિકલિંગ લાઇન એન્ડ ટેન્ડમ કોલ્ડ મિલ) પ્લાન્ટના હાઇડ્રોલિક ઓઇલ સિસ્ટમમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગી હતી.

પ્લાન્ટના ઇમર્જન્સી પ્રોટોકોલ્સ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અન બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ અગ્શિમન દળના જવાનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.

આગને સવારે 7.45 વાગ્યે પૂર્ણપણે બુઝાવવામાં આવી હતી અને આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, એમ કદમે જણાવ્યું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપી: ગુનો દાખલ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button