દક્ષિણ મુંબઇના હૉલમાં લાગી આગ, જાનહાનિ નહીં

મુંબઇઃ દક્ષિણ મુંબઇમાં આવેલા ફ્રીમેસન્સ હૉલમાં શનિવારે બપોરે આગ લાગી હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. આ ત્રમ માળના બિલ્ડિંગમાં બપોરે 2.20 કલાકની આસપાસ આગ લાગી હતી. સદભાગ્યે આ આગને કારણે કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી. આગ લાગવાની જાણ થતા જ તુરંત અગ્નિશમન દળની ટીમને બોલાવવામાં આવી હતી. તેમણે આવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. આગ કેવી રીતે લાગી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમા પોલીસ અને અગ્નિશમન દળની ટીમ ઘટના સ્થળે મોજૂદ છે.
Also read: પુણેના ફ્લેટમાં આગ: વૃદ્ધાનો ભોગ લેવાયો
આગ લાગવાની અન્ય એક ઘટના કુર્લા ખાતે એક ઇન્ડ્સ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં બની હતી. કાપડના એક ગોડાઉનમાં બપોરે 1.20 કલાકની આસપાસ આગ લાગી હતી. આ આગ પણ નાની આગ હતી અને તેને તુરંત કાબુમાં લેવામાં આવી હતી. આસપાસના લોકોના જણાવ્યા મુજબ શોટસર્કીટને કારણે આ આગ લાગી હોઇ શકે છે. આગને કારણે જાનહાનિના કોઇ સમાચાર નથી.