થાણેમાં બિરયાનીની દુકાનમાં આગ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં બિરયાનીની દુકાનમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના શિલફાટા પાસે એક બિરયાની વેચનારી દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કલ્યાણમાં શિલફાટા રોડ પર લોઢા પાલવામાં કેજીએન બિરયાની નામની દુકાન આવેલી છે. મંગળવારે સવારના સાત વાગે તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યાંથી ધુમાડો નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. આગની નોંધ સ્થાનિક રહેવાસીએ લીધી હતી અને તરત ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

ડોંબિવલી ફાયરબ્રિગેડથી ફાયર એન્જિન આવ્યા હતા અને કલાકની જહેમત બાદ આગને બુઝાવી દેવામાં આવી હતી. આગને કારણે દુકાનમાં રહેલું લાકડાનું ફર્નિચર, રેફ્રિજરેટર સહિત ખાદ્ય પદાર્થનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સવારના સમયે આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જતા થોડા સમય માટે અહીં ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થઈ હતી અને તેને કારણે વાહનોને અન્ય રસ્તા પર વાળવામાં આવ્યા હતા.

આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેક્નિકલ ફોલ્ટ માનવામાં આવે છે.

આ પણ વાંચો…સુરતની કલર ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી, બેના મોત અનેક લોકો ઘાયલ…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button