આમચી મુંબઈ

મુંંબઈ સેન્ટ્રલમાં એસટીના ડેપોમાં આગ: ફાયરમેન જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સેન્ટ્રલમાં આવેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડેપોની ઓફિસમાં રવિવારે બપોરના આગ ફાટી નીકળી હતી, જેમાં આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરમેન જખમી થયો હતો. રવિવારે વહેલી સવારે મલાડની બહુમાળીય ઈમારતમાં પણ આગની દુર્ઘટના બની હતી.

ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ રવિવારે બપોરના લગભગ ૩.૧૫ વાગ્યાની આસપાસ સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઓફિસ બિલ્ડિંગમાં બીજા માળા પર આવેલી ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપભેર ઑફિસમાં રહેલી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ઓફિસ ફાઈલ, લાકડાના ફર્નિચરમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે એ દરમિયાન ૨૯ વર્ષનો રમેશ હિરામન મ્હાલે નામનો ફાયરબ્રિગેડનો જવાન મામૂલી માત્રામાં જખમી થયો હતો. તેને તુરંત નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર બાદ જોકે તેને રજા આપવામાં આવી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

રવિવારે વહેલી સવારે મલાડ (પૂર્વ) અપર ગોવિંદ નગરમાં રોડ નંબર એક પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ ૨૦ માળની સતસંઘભારતી કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ૧૮ માળે આવેલા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વહેલી સવારે ૮.૫૫ લાગેલી આગ જોકે ૧૫ મિનિટમાં જ બુઝાવી દેવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા