આમચી મુંબઈ

પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડા બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણનાં મૃત્યુ

પુણે: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે જેમાં છ જણના મૃત્યુ થયા હોવાની અને કેટલાક વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. પિંપરી-ચિંચવડના તળવડે ખાતે આવેલા ફટાકડાના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી અને આ ગોડાઉન લાઈસન્સ વિના ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ફાયરબ્રિગેડ અને સાતથી આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. છ મૃતદેહો બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. ગોડાઉનમાં વધુ મજૂરો ફસાયેલા હોવાનું સૂત્રોનું કહેવું છે. ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી છ મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયરબ્રિગેડના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત