આમચી મુંબઈ
બોરીવલી સ્કાય વોક પર આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગુરુવારે સાંજે બોરીવલી સ્ટેશન નજીક એક નાની આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પાલિકા અધિકારીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, સાંજે 7:47 વાગ્યે લાગેલી આગ બોરીવલી (પશ્ચિમ) માં સ્કાયવોકની રેલિંગ સુધી મર્યાદિત હતી.
આ ઘટનાની જાણ સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB), સ્થાનિક પોલીસ વોર્ડ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8 મા માળે લાગી આગ, 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…
સદનસીબે, કોઈ ઈજા થઈ નથી, અને આગ પર ઝડપથી કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.