આમચી મુંબઈ

ગેટ-વે ઑફ ઈન્ડિયા પરિસરમાં કચરો ફેંકનારા ૩૯ ફેરિયાઓ પાસેથી વસૂલ્યો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનો પ્રવેશ દ્વાર ગણાતા અને પ્રખ્યાત પર્યટન સ્થળ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં પર કચરો ફેંકીને તેનું ગંદુ બનાવનારા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ગુરુવારથી બુધવાર સુધીના સમયગાળામાં ૩૯ ફેરિયાઓ પાસેથી ૭,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકાના ‘એ’ વોર્ડ દ્વારા ગેટ-વે ઓફ ઈન્ડિયા પર ફેરિયાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરરોજ આ પર્યટન સ્થળ પર હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. જો આ વિસ્તારના ફેરિયાઓ વપરાયેલી પ્લેટ, કપ અને બાકી રહેલી વસ્તુઓ રસ્તા પર જ ફેંકીને જગ્યાને ગંદી બનાવી રહ્યા હોવાની લાંબા સમયથી ફરિયાદ આવી રહી હતી. તેથી પાલિકાએ આ વિસ્તારમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને ફેરિયાઓ સામે કડક હાથે પગલા લઈને તેમની પાસેથી દંડ વસૂલ્યો હતો. ગયા ગુરુવારથી એટલે કે ૨૨ ડિસેમ્બરથી ચાલુ થયેલી આ ઝુંબેશ ૩૦ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ફેરિયાઓના સામાન જપ્ત કરી લેવામાં આવતા હોવા છતાં બીજા દિવસે તેઓ પાછા આવીને બેસી જતા હોય છે. તેથી ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવાનું ચાલુ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker