આમચી મુંબઈમહારાષ્ટ્ર

… અને આખરે ચૂંટણી પંચે પોતાનો એ નિર્ણય પાછો ખેંચ્યો!

મુંબઈઃ મુંબઈમાં પહેલી જ વખત લોકસભાની ચૂંટણી માટે પાલિકાની કેઈએમન, નાયર જેવી મોટી મોટી હોસ્પિટલના ડોક્ટર અને નર્સને ઈલેક્શન ડ્યૂટી સોંપવાનો આદેશ ચૂંટણી પંચ દ્વારા હવે પાછો ખેંચવામાં આવ્યો છે, એવી માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી છે.

મુંબઈ મહાનગર પાલિકા હોસ્પિટલના ડીનથી લઈને ડોક્ટર, નર્સ સહિતના 80 ટકા સ્ટાફને ઈલેક્શન ડ્યૂટી આપવાનો નિર્ણય ઈલેક્શન કમિશન દ્વારા લેવામાં આવ્યો હતો. ઈલેક્શન કમિશનના આ નિર્ણયને કારણે શહેરની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ બાબતને ધ્યાનમાં લેતાંની સાથે જ તેમની ઈલેક્શન ડ્યૂટી રદ કરવાની આવી હોવાની માહિતી મુંબઈ ઉપનગર જિલ્લા અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગર દ્વારા આપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો સજ્જ થઈ રહ્યા છે. રાજકીય પક્ષ, કાર્યકર્તા તો કમર કસી જ રહ્યા છે પણ એની સાથે સાથે શિક્ષકો, મહાપાલિકાના કર્મચારીઓ વગેરેને પણ કામે લગાવવામાં આવે છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચ દ્વારા મુંબઈમાં પહેલી જ વખત ડોક્ટરોને પણ ચૂંટણીની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે મેડિકલ સર્વિસ પર અસર જવાની અને તાણ વધવાની શક્યતા હતી. જેને કારણે ડોક્ટર અને નર્સને સોંપવામાં આવનારી ઈલેક્શન ડ્યૂટીમાંથી તેમને રાહત આપવામાં આવી છે. લોકસભાની 48 બેઠકો માટે મતદાન થવાનું હોઈ મુંબઈમાં લોકસભાની છ બેઠકો માટે મતદાન થશે. દરમિયાન પાલિકાની હોસ્પિટલના નર્સ, ડોક્ટર સહિતના 80 ટકા સ્ટાફને ઈલેક્શન ડ્યૂટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

પણ હવે ડોક્ટર્સ અને નર્સને આપવામાં આવનારી ઈલેક્શન ડ્યૂટી રદ કરવામાં આવવાની હોવાની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી આ માહિતીને પગલે ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફની સાથે સાથે મુંબઈગરાઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button