આમચી મુંબઈ

ઉત્તન-વિરારની વચ્ચે પંચાવન કિલોમીટરનો સાગર સેતુ બનશે

મુંબઈઃ વર્સોવા-વિરાર સમુદ્રી પુલને રદ કર્યા પછી, માત્ર ઉત્તન (ભાયંદર-વિરાર) વચ્ચે સમુદ્રી પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી આ પંચાવન કિલોમીટર (એક્સપ્રેસ વે સહિત) દરિયાઈ પુલ માટે નવેસરથી સંભવિતતા અભ્યાસ કરવા જઈ રહી છે.

આ પ્રોજેક્ટનો પ્લાન પણ ફરીથી તૈયાર કરવામાં આવશે. આ અંગેનો સરકારી નિર્ણય શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. મુંબઈમાં ટ્રાફિકની ભીડની સમસ્યાને ઉકેલવા માટે એમએમઆરડીએએ ૯૪ કિમીનો વર્સોવા-વિરાર સી બ્રિજ બાંધવાનો નિર્ણય લીધો હતો.

આ પ્રોજેક્ટ પાછળ ૬૩ હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટ ટૂંકાવીને ઉત્તન-વિરાર ૫૫ કિલોમીટરનો બની ગયો છે. મહાનગરપાલિકાના કોસ્ટલ રોડને જોડીને દરિયાઈ પુલ કેવી રીતે બનાવવો તેનો અભ્યાસ કરવામાં આવનાર છે. જેમ જેમ દરિયાઈ પુલની લંબાઇ ઘટી છે તેમ તેમ ખર્ચમાં દેખીતી રીતે ઘટાડો થયો છે.

ખર્ચમાં ઓછામાં ઓછો ૨૫ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થવાનો અંદાજ છે અને આ ફંડનો ઉપયોગ હવે વિરાર-પાલઘર સી બ્રિજ માટે કરવામાં આવશે. ઉત્તન-વિરાર સી બ્રિજ મુંબઈ મહાનગરપાલિકાના કોસ્ટલ રોડના છેડાથી શરૂ થશે. રાજ્ય કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તન-વિરાર સમુદ્રી સેતુનું કામ પ્રથમ તબક્કામાં કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં તેને વિરાર-પાલઘર સુધી લંબાવવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત