આજથી ડોક્ટર્સ પર તવાઈ અને બે લાખ દર્દીઓ થઈ શકે હેરાન-પરેશાન, જાણો કારણ?

મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આજથી ડોક્ટરોને ત્યાંની દવાઓનું ઈન્સ્પેક્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી તેની સીધી અસર બે લાખ દર્દીઓ પર પડશે. આ ઝુંબેશમાં નોંધ રાખવા અંગેના તેમ જ દર્દી ન હોય એવા લોકોને દવાઓ વેચવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાની શંકા જેમના પર છે એવા પ્રાઈવેટ ડોકટરોને નિશાન બનાવવામાં આવશે.
દવાઓના વેચાણના નિયમન માટે એફડીએએ પહેલી ઓગસ્ટથી નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવાની તૈયારી કરી છે. આ ઝુંબેશ હેઠળ ફક્ત એલોપથીના જ નહીં, પરંતુ આયુર્વેદિક, યુનાની અને હોમિયોપેથીના ડોક્ટરોને પણ લક્ષ્ય બનાવવામાં આવશે. ડોક્ટરો દ્વારા દવાના વિસ્તરણ અંગે સરકારીનું નિયમોનું સખત રીતે પાલન કરવામાં આવે એ એફડીઓનો મુખ્ય હેતુ છે.
આ પણ વાંચો: વસઇની કંપનીમાં એફડીએની રેઇડ: અનધિકૃત આયુર્વેદિક દવાઓ જપ્ત
મુંબઈ અને પુણેના શહેરી વિસ્તારો સહિત નંદુરબાર, ધુળે, જળગાંવ અને સાતારા જેવા ગ્રામીણ વિસ્તારો સહિત સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ઘણી વખત ડોક્ટરો દ્વારા દર્દીઓને સીધી દવા આપવામાં આવતી હોય છે. લાંબાગાળાની માંદગી વખતે ઘણી વખત આવું કરાતું હોય છે, જેથી દર્દીઓને ઓછા દવા મળે. તેમ છતાં એફડીએની નવી માર્ગદર્શિકા મેડિકલ વ્યવસાયિકો પર તવાઈ લાવી શકે છે.
શિડયુલ – કે હેઠળ સમાવેશ કરવામાં આવેલી દવાઓના દુરુપયોગને રોકવા માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) આજથી નિરીક્ષણ ઝુંબેશ શરૂ કરશે. આ ઝુંબેશમાં નોંધ રાખવા અંગેના તેમજ દર્દી ન હોય એવા લોકોને દવાઓ વેચવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાની શંકા જેમના પર છે એવા પ્રાઈવેટ ડોકટરોને નિશાન બનાવવામાં આવશે.
ઓલ ફૂડ એન્ડ ડ્રગ (એફડીએ) લાયસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના પ્રમુખ અભય પાંડેએ જણાવ્યું છે. 16 જુલાઈ, 2024ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં આ નિર્ણયની વિગતે રૂપરેખા આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ (ડીએન્ડસી) એક્ટની પૂર્તતાની ખાતરી કરવા અને વિશેષ તો ડીએન્ડસી રૂલ્સ, 1945ના શિડ્યુલ કેની જોગવાઇઓનો અમલ કરવાની છે.
આ પણ વાંચો: લાઇસન્સ વિના દવાઓ વેચાણ: ભિવંડીની હોસ્પિટલમાં એફડીએની રેઇડ
આ ઝુંબેશમાં દર્દી ન હોય એવા લોકોને દવા વેચનાર અને દવાના વેચાણ સંબંધિત માહિતી રાખવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બાબત જે પ્રાઈવેટ ડોક્ટરો શંકાના દાયરામાં છે તેમને નિશાન બનાવવામાં આવશે. 16 જુલાઈએ બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં એફડીએ એ જાહેરાત કરી હતી કે 15 દિવસની અંદર નિરીક્ષણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અનુસાર બે અઠવાડિયા સુધી ચાલનારી આ ઝુંબેશમાં મહારાષ્ટ્રના પ્રત્યેક એફડીએ ઈન્સ્પેક્ટરને ઓછામાં ઓછા 10 ડોક્ટરોનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ નિરીક્ષણમાં એકત્ર થયેલી વિગતો તેમજ લેવામાં આવેલા પગલાંની જાણકારી 16 ઓગસ્ટ, 2024 સુધીમાં એફડીએ હેડક્વાર્ટર્સમાં રજૂ કરવામાં આવશે.