આમચી મુંબઈ

નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના રિફંડ જેવા લાભો મળશે.
ડીઆરપીપીએલના પ્રવક્તાએ જણાવ્યું કે પુન:વિકાસ ધારાવીમાં વેપાર-ધંધાનો ઔપચારિક પ્રકારને પરિવર્તિત કરશે અને તેમને ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માટે સક્ષમ બનાવશે. આ સંક્રમણને ટેકો આપવા માટે, રાજ્ય સરકારે એસજીએસટીની પરતચૂકવણી જેવા કર લાભો ઓફર કર્યા છે. આનાથી ધારાવીના હાલના અને નવા વેપાર-ધંધાને આગળ વધવા મજબૂત મંચ મળશે અને તેમની નફાકારકતા વધશે. એનાથી વેપાર-ધંધા વધુ સ્પર્ધાત્મક બનશે અને તેમને વિકાસની અનેક તકો સાંપડશે.
નવાં બંધાયેલાં બિલ્ડિંગ્સને ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) મળ્યા બાદ ટેક્સ રિબેટ (વેરામાં છૂટ) અમલી બનશે.
ટેન્ડરની શરતો મુજબ, ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટો માટે એસજીએસટી, ઓસી મળ્યા તારીખથી પાંચ વર્ષ માટે ડીઆરપી/એસઆરએ મારફતે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા પરત મળશે. પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોએ રિફંડનો દાવો કરતી વખતે એસજીએસટીની ચૂકવણીની વિગતો રજૂ કરવી પડશે.
ધારાવીમાં વસ્ત્રો અને ચામડાંની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં હજારો વ્યાપારી એકમો આવેલાં છે. અનેક એકમો ટોચની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનાં વેન્ડર્સ છે, જેમનાં ઉત્પાદનો દુનિયાભરમાં વેચાય છે અને તેમનું ટર્નઓવર લાખો ડોલર્સમાં હોવાનું અનુમાન છે. આ એકમો પોતાનાં વેપાર-ધંધા વિસ્તારવા અને તેને સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વેગ આપવા તેને ઔપચારિક બનાવવા બનાવવા
આતુર છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ