આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણેમાં કિશોરી સાથે દુષ્કર્મના કેસમાંપિતા, કાકા અને પિતરાઈની ધરપકડ

પુણે: પુણેમાં 13 વર્ષની કિશોરી સાથે વારંવાર કથિત દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસે કિશોરીના પિતા, કાકા અને પિતરાઈની ધરપકડ કરી હતી.

શાળામાં ‘ગૂડ ટચ ઍન્ડ બૅડ ટચ’ના સત્ર દરમિયાન કિશોરીએ તેની સાથેના અનુભવને જણાવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો: Rajkot ના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ

પોલીસના જણાવ્યા મુજબ પિતરાઈ ભાઈએ જુલાઈ, 2023માં કિશોરી પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઈને જાણ કરી તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે જાન્યુઆરી, 2024માં કાકાએ કિશોરી પર જાતીય હુમલો કર્યો હતો. કિશોરીએ વિરોધ કરતાં કાકાએ તેને પકડીને માર માર્યો હતો. ઉપરાંત, પિતાએ પણ વારંવાર કિશોરી સાથે કુકર્મ કર્યું હતું.

આ પણ વાંચો: કલ્યાણમાં સગીરાને બિયર પીવડાવ્યા બાદ નિર્જન સ્થળે આચર્યું દુષ્કર્મ

શાળામાં ગૂડ ટચ ઍન્ડ બૅડ ટચના કાઉન્સેલિંગ સેશન વખતે કિશોરીએ આપવીતી જણાવી હતી. બાદમાં આ અંગે પોલીસને જાણ કરાઈ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

કિશોરીના પિતા-કાકા ચાલીસેક વર્ષના છે, જ્યારે પિતરાઈ વીસ વર્ષનો છે. ત્રણેયની બળાત્કાર અને પોક્સો ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button